________________
દેવે બનાવેલું દેરાસર : શ્રી શાન્તિનાથ ભગવાનનું દેરું ગયે મહિને ગિરિરાજ શત્રુંજયની યાત્રાએ જવાનું બન્યું. આપે યાત્રા-પોથી લખી છે તે પુણ્ય-પાપની બારી’ પુસ્તિકા સાથે રાખી હતી. એ ગાઈડ પ્રમાણે તે તે સ્થાનની સ્પર્શના કરવાનો આનંદ ઓર આવ્યો. એવો જ આનંદ માણતાં અમે વાઘણપોળ વટાવી અંદર પ્રવેશ કર્યો ત્યાં શ્રી શાન્તિનાથ ભગવાનનું ચૈત્ય આવ્યું. પરિપાટી પ્રમાણે ત્યાં જઈ ચૈત્યવંદન કર્યું. દરમિયાન મનમાં પ્રશ્ન થયો કે અહીં તો દાદાના ધામમાં ભગવાન ઋષભદેવનું જ સામ્રાજ્ય સર્વત્ર પ્રવર્તે છે; પ્રણાલિકાગત પાંચ ચૈત્યવંદન રૂઢ થયા છે તેમાં ચાર આદેશ્વરદાદાના છે એ તો સહજ છે. એમાં એક શાન્તિનાથ ભગવાનનું છે તેથી મનને આશ્ચર્ય થયું ! કોઈ ખાસ પ્રયોજન હશે જ! કૃપા કરી આપશ્રી આ બાબત પ્રકાશ પાડશોજી. ઉત્તર : પ્રશ્ન લાખેણો છે. માર્મિક છે. ઉત્તર મળે કે ન મળે, આવા પ્રશ્નો થવા જ જોઈએ. ગાડર ટોળાની જેમ યાત્રાએ “આ ગયા અને આ આવ્યા” એવું તો ન જ હોવું જોઈએ.
મને પણ આ વાત માંડીને કહેવી ગમશે. વાત લાંબી છે. શ્રી શાન્તિનાથ ભગવાનના વારા પહેલાં આ વાતનું મૂળ છે. ભાઈ બ્રાહ્મણ હતા. સ્વાભાવિક જ યજ્ઞયાગાદિમાં ડૂબેલા રહેતા હતા. એક જૈન સાધુ મળ્યા. તેમણે કરુણા છલકતી વાણીમાં પૂછ્યુંઃ આ હિંસા કરીને તમને શું મળે છે ? આવો પ્રશ્ન સાંભળતાં જ અહં
ઘવાયો અને ક્રોધિત થઈ મુનિ મહારાજને મારવા દોડ્યો! કુદરતને એમ મંજૂર ન હતું. આવા પવિત્ર મહાવ્રતધારી મુનિની હિંસાના કૃષ્ણ પરિણામથી એનું જ મૃત્યુ થયું ! ઠેષભાવની પ્રબળતાને કારણે તે તિર્યંચગતિ પામ્યો અને સિંહ રૂપે અવતાર થયો. - હવે જુઓ ! રાગ અને દ્વેષની વૃત્તિ કેવી જન્મ-જન્માંતરાનુયાયી હોય છે તે જાણવું રસપ્રદ બનશે. સિંહના ભવમાં શ્રી શાન્તિનાથ ભગવાન મળ્યા. જોતાવેંત, મનમાં
For Private & Personal Use Only
QI[GI[LI[ ગ્રન્થ ર
SC
Jain Education International
www.jainelibrary.org
/ / / I