SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ 90 2016 Monagh રહેલો મુનિ મહારાજ પ્રત્યેનો દ્વેષ જાગ્યો. મારવા દોડ્યો. વચમાં કશુંક આડું આવે ને માણસ પાછો પડે તેમ સિંહ પાછો પડ્યો! દ્વેષની સાથે ક્રોધ ભળ્યો. પાછો બમણા વેગથી ધસ્યો. વળી પાછો પડ્યો ! હવે મનમાં થયું કે સામે કોઈ જબ્બર પ્રભાવશાળી વ્યક્તિ લાગે છે. એટલે જ પાછો હું પડું છું. ટીકીટીકીને જોયા કર્યું. પેલા મુનિ મહારાજની દેહ-મુદ્રા આમની સાથે મળતી હોવાથી સ્મરણ થવા લાગ્યું ઃ આવી દેહમુદ્રા પહેલા ક્યાંક જોઈ છે ! મનમાં ઊહાપોહ થતાં જાતિસ્મરણજ્ઞાન થયું. પોતાનો બ્રાહ્મણનો ભવ દેખાયો. મુનિવરની હિંસા કરવા ગયો અને તેના ક્રૂર પરિણામના કારણે તો સિંહ થયો છું ! આ સ્મરણ થતાં મનમાં શરમિંદો બન્યો. પ્રભુએ આ જોયું. એનો જીવ જરા શાન્ત થયો જાણી તેને હિતકારી વચનો કહ્યાઃ હે બ્રાહ્મણ ! હવે શાન્ત થા. ગયા ભવમાં તું મુનિ મહારાજને હણવા દોડ્યો હતો. આ ભવમાં પણ હમણાં તું તીર્થકરને હણવા આવ્યો. તને આ શોભે છે ? સિંહના મનમાં જાણે ચંદનનો શીતળ લેપ થયો! સારું લાગવા માંડ્યું. વચનની સવળી અસર થતી જોઈ પ્રભુએ આગળ વાત ચલાવી ઃ જીવોની હિંસા છોડી દે, દયાથી હૃદયને ભરી દે ધર્મથી મનને રંગી દે મનમાં ખેદ પામ્યા વિના તીર્થની આરાધના કર. --આ બધા વચનોથી તેના મનનું અંધારું ગયું. અજવાળું પથરાયું.અંતરંગ પરિવર્તન માટે આવા થોડા શબ્દો પણ ઘણીવાર કામ કરી જાય છે. મર્મવેધ થવો જોઈએ. પ્રભુ ત્યાંથી સ્વર્ગગિરિ ગિરિરાજ પર આરૂઢ થયા. સિંહ તો હવે પ્રભુનો સેવક બની ગયો. પ્રભુ જાય ત્યાં જવું. પ્રભુ રહે ત્યાં રહેવું. પાછળ-પાછળ ચાલતો રહ્યો. પ્રભુએ પાછળ આવતા સિંહને જોઈને તે જીવ પર અનુગ્રહ કરીને કહ્યુંઃ સર્વ પ્રાણી ઉપર સમભાવ ધારણ કરીને તું અહીં રહે. આ ક્ષેત્રના પ્રભાવથી અહીંથી જ તને સ્વર્ગગતિ મળશે. પછી એકાવતારી દેવ થઈને તું મોક્ષે જઈશ. આ સાંભળી તેને ભીતરમાં ઘણી શાંતિ થઈ. તેના પર પ્રભુની કરુણાનો અભિષેક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002067
Book TitlePathshala Granth 2
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2007
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Education
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy