SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રણે ડાયરીમાં સંસ્કૃત અને ગુજરાતી રચનાઓ હતી. એની બીજી કોઈ કાચી નકલ પણ ન હતી. આવી મૂલ્યવાન કૃતિ હાથથી ગઈ છતાં મહારાજજીના મુખ ઉપરની રેખા બદલાઈ નહીં. એ માટે કાંઈ પણ બોલવાની તો વાત જ ક્યાંથી આવે ? દરેક સર્જકને પોતાની રચના પર અપત્ય પ્રેમ હોય છે, એટલે કે દીકરા જેવો મોહ હોય છે. શ્રી સંઘમાં પ્રસાર પામે એવી આ સુંદર રચના બાર ઢાળની હતી. આ બધું પળવારમાં ગુમાઈ ગયું છતાં જરા પણ ઉચાટ ન મળે! એમના મનની અવિચલિત દશા હું બારીકાઈથી નિહાળી રહ્યો હતો. જે બન્યું એ વિષે વિરૂદ્ધમાં કે તરફેણમાં બોલવાની મારી તો હિંમત જ ન ચાલી ! મુનિશ્રી ધર્મધ્વજવિજયજીએ એ ડાયરીઓ પાછી મળે તેવા સંકલ્પથી અઠ્ઠમ તપ પણ કર્યો. જે ઘટના બની ચૂકી હતી તેમાં કશો જ ફેરફાર ન થયો –મહારાજજીની મનઃસ્થિતિની જેમ ! ILS OIL ગ્રન્થ ૨ ૬૭ Jain Education International For Private & Personal Use Only www.jainel praty
SR No.002067
Book TitlePathshala Granth 2
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2007
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Education
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy