________________
વિવિધ ઋતુઓમાં સામાન્ય રીતે ગ્રીષ્મને પસંદ કરનારા ઓછા મળશે, કહો કે નહીં જ મળે !
છતાં ફળોના રાજા કેરીનાં દર્શન એ ઋતુમાં જ થાય અને તમે જોશો તો કેરી પ્રિય ન હોય તેવી વ્યક્તિ તમને ભાગ્યે જ જડશે. આવી મીઠી કેરી ખરીદવા તમે તેની દુકાને કે વખારે જાવ ત્યારે મનગમતી જાતની કેરીની પસંદગી કરો છો. પીળચટ્ટો રંગ હોય, એક સરખા કદની - વજનની હોય, સ્વાદમાં મીઠી હોય, સુગંધીદાર હોય, જોતાવેંત ગમી જાય તેવી હોય તેવી કેરી પસંદ કરો છો.
એ જ દુકાનમાં તમે જોઈ તેવી કેરીની સાથે-સાથે બીજી પણ, બેસી ગયેલી, ચાંદાવાળી, કોહવાયેલી ગંધવાળી કેરીઓ પણ હોય છે. તમે જોવા માંગો તો પણ વેપારી તમને એ જાત બતાવે નહીં. તમારી નજર એના પર પડે તો તરત જ તમે એ પરથી નજર ફેરવી લેશો. જોયું ન જોયું કરી એ વિષે કશી પૃચ્છા પણ નહીં કરો. કોઈ એવી કેરીના ભાવ-તાલ પૂછે તો પણ તમે એનો જવાબ દેવાનું ટાળશો.
તમારી આ દૃષ્ટિને દાદ આપવી પડે !
આપણી વાત અહીં શરુ થાય છે.
સમાજ વચ્ચે રહીએ છીએ એટલે અનેકાનેકને મળવાનું થાય છે. કાર્યવશાત્ વ્યવહાર કરવાનો પણ થાય છે. એવી વ્યક્તિને મળીએ ત્યારે તેમની ઊણપ અને ખામીઓ પણ નજરે ચડે જ છે.
હવે નિયમ એવો છે કે તમે જે જુઓ, મનમાં વસાવો તે તમારું બને છે. આપણે તેવા બનવું તો નથી જ, સારાં જ બનવું છે. તો સારું જ જોઈએ અને સારું જ શોધીએ.
જેમ કેરીની દુકાનમાં બેસી ગયેલી, ખરાબ અને ડાઘી કેરીની સામે પણ આપણે જોતાં નથી તો તેને હાથમાં લઈ આપણી ઝોળીમાં મૂકવાની તો વાત જ દૂર છે.
એમ આપણી દૃષ્ટિને પણ ગુણની પક્ષપાતી બને એમ કેળવવાની છે.
ગુણદોષ તો બધે જ હોવાના. એના પ્રત્યે એવો ગાઢ અભિગમ કેળવીએ કે ગુણ દેખાય ને લેવા જેવા લાગે તેનાથી આપણે ગુણસમૃદ્ધ બની રહીએ.
Jain Education International
For Private & Personal Use Only
She show pl
૩૫
www.jainelibrary.org