________________
પાંચ પ્રકારના ગ્રંથોને આપણે પંચાંગી' તરીકે ઓળખીએ છીએ. શ્રમણ ભગવાન મહાવીરના નિર્વાણના ૯૯૩ વર્ષે એ લેખનકાર્ય પૂર્ણ થયું ત્યારે વલભી એક સમૃદ્ધ નગર હતું. ચમારડી, ચોગઠ, આનંદપર, પચ્છેગામ સુધી એનો વિસ્તાર હતો. એક સમયે દરિયો છેક વલભીપુરની પાસે હતો. આજે તે ખસીને ૩૦ કી.મી. દૂર ચાલ્યો ગયો છે. આ વલભીપુરથી ૧૦ કી.મી. દૂર આવેલા આનંદપર ગામમાં સર્વ પ્રથમ શ્રી કલ્પસૂત્ર સંઘ સમક્ષ વાંચવામાં આવ્યું. આ રીતે આગમગ્રંથોની જે વાચના થઈ તે વલભીવાચના તરીકે ઓળખાય છે.
ધીમે ધીમે પડતો કાળ શરુ થાય છે. બળ, વીર્ય, વૈર્ય, સ્મૃતિ, શક્તિ બધાનો જાણે કે હ્રાસ થતો આવે છે. મનુષ્યનું સમગ્ર “સ્ટ્રક્વર' જાણે કે ક્ષીણ થતું જાય છે. બુદ્ધિના બાહ્ય ઉપકરણો વધ્યાં છે પણ હૃદયના સાધનો અલભ્ય છે. આપણી પાસે સુંદર મજાના શબ્દો છે પણ હૃદયની ભાવધારા શોષાતી ગઈ છે.
નજીકના સમયમાં મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજ, ગુરુજી શ્રી ચતુરવિજયજી મહારાજ અને પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજની ત્રિપુટીએ હસ્તપ્રતો ઉપર ઘણું સંશોધનાત્મક કામ કર્યું છે. એ જ રીતે સાગરજી મહારાજે પણ આગમવાચના અંગે ઘનિષ્ઠ કામ કર્યું છે. આજે શ્રી જંબૂવિજયજી મહારાજ વૃદ્ધાવસ્થામાં પણ આગમગ્રંથોના સંશોધન-સંપાદનના કામોમાં સતત વ્યસ્ત રહે છે. પાલિતાણાના આગમમંદિરમાં આરસ ઉપર તમામ આગમસૂત્રો કોતરવામાં આવ્યા છે. આગમપૂજા ભણાવવા દ્વારા આજે ગૃહસ્થવર્ગને યત્કિંચિત આગમગ્રંથોના પરિચયની દિશામાં વાળી શકાય એમ છે. શ્રમણ ભગવાન મહાવીરે પોતાની ઉપદેશવાણીમાં કોઈને ઉદેશીને સીધું એમ કહ્યું નથી કે “તું આમ કર.” એમણે તો અંતિમલક્ય મુકામ અને એ મુકામે પહોંચવાનો માર્ગ બતાવ્યો. “આ રસ્તે અહીં જવાશે ને તે રસ્તે ત્યાં જવાશે” એમ ચીંધી આપ્યું. હવે કયા મુકામે પહોંચવું છે ને કયો માર્ગ અનુસરવો છે એ ભાવકે નક્કી કરવાનું છે.
પ્રભુ કરતાં યે પ્રભુની વાણી વધારે સૂમ છે. એ સૂક્ષ્મ જિનવાણીના મર્મને ગ્રહવા માટે સાચી શ્રદ્ધા અને સાચી સક્રિયતા કેળવવા પડે. પરાવાણી હંમેશા કાળથી પર હોય છે. એને આત્મસાત્ કરવા સાચી જ્ઞાન દષ્ટિ જોઈએ. એ દષ્ટિ દ્વારા સાચી જ્ઞાનદશા આપણને પ્રાપ્ત થાઓ. .
૫૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org