________________
૮૪
ચેતન ! અબ મોહે દરિસણ દીજે
માગસર સુદ ૫ - ૨૦૬૨ દશા પોરવાડ ઉપાશ્રય અમદાવાદ
US I[ CI[ ગ્રન્થ ૨ |
પ્રિય આત્મનું, પ્રેમ...પ્રેમ...પ્રેમ.
આજે સંયમ જીવનનાં પીસ્તાલીસમાં વર્ષે, વિતેલા વર્ષોનું વળતર જોવા મન તલસે છે, તેનાં લેખાં-જોખાં કરવા મન ઉત્સુક છે. સંયમ જીવન શેના માટે? સંયમ જીવનથી શું સિદ્ધ કરવું છે?
તારે ઘર સંવમvi વાર્થ તેઠ્ઠિા (અર્થ ઃ દોષોથી ઉભરાતા સંયમ માટે ઉપદેશમાલાના વચનમાં કહેવાયું છે કે તેઓએ ઘરબદલો જ કર્યો છે) સાર્થક કરવું છે કે મદ્ય તે સંપન્ન નન્ના બોલી શકાય તેવું જીવવું છે? પ્રભુ મહાવીરે સંયમ જીવનની અનિવાર્યતા કયા પ્રયોજન માટે કહી છે ! થોડીવાર તે વીચારી જો !
તારા સ્વરૂપ ઉપર હું ઓવારી જાઉં છું. આજે સાતિચાર સંયમના ૪૫ વર્ષ થયા. તે નિમિત્તે તારી સાથે થોડો સમય ગોઠડી કરવી છે.
પ્રભુએ મનુષ્યભવની સાર્થકતા વર્ણવતા કહ્યું છે: “દેહથી આત્મા જુદો છે.’ આ વચન શ્રદ્ધાથી સ્વીકાર્યા પછી તે અનુભવાય તો આ જન્મ લેખે લાગે. આ અનુભવ આત્મસાત કરવાનો શ્રેષ્ઠ માર્ગ પ્રવજ્યા-દીક્ષા છે. જીવનમાં સાધુતા પ્રગટે ત્યારે જ દેહ ગૌણ બની શકે.
તે માટે જેટલાં સાધક સાધનો છે તેને અપનાવવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org