________________
(૧૪) દિવસે રોજ Úડિલ પડિલેહવા. જો ક્યારેક ન પડિલેહાય તો બીજે દિવસે નવી કરવી. ર૧
સાધુ જીવનની રોજની આ સમાચારી છે. સાંજે સૂર્યનું અજવાળું હોય ત્યાં જ નજીક,મધ્ય અને દૂરના લઘુ શંકા અને વડી શંકા માટે ચારે દિશામાં સામાન્ય સહન થાય ત્યારે, સહન ન થઈ શકે તેવી બાધા હોય ત્યારે એ માટે જીવરહિત ભૂમિ જોઈ લેવી જોઇએ, જેથી અંધારાના સમયે જીવાકુલ ભૂમિમાં પરઠવવાનો દોષ ન લાગે.
(૧૫) ભૈરવ, સાલુ, મહિમદી, બહાદરો, ઝૂનો, ગીડીઓ, અટાણ, શ્રીબાપ તથા રેશમી વસ્ત્ર એવાં બધાં ન વાપરું. ૨૨
આ બધા તે વખતના બહુમૂલ્ય વસ્ત્રોની જાણીતી જાતિના નામ છે. સાધુને આવા મૂલ્યવાન વસ્ત્રોનો આમે નિષેધ છે, પણ જાપ વગેરેના નિમિત્તે પણ વિભૂષાવૃત્તિ ન પોષાવી જોઈએ તે માટે ખાસ પોતે આવો નિયમ લે છે તે અંતરંગ સહજ વૈરાગ્યની નિશાની છે. ૨૨
(૧૬) અણગળ પાણી વાપરું નહીં ભૂલથી વપરાઈ જાય તો એક નવકારવાળી ઊભા રહીને ગણી દઉં. ૨૫
આ નિયમમાં સાવધાની ભરી જાગૃતિનાં દર્શન થાય છે.
(૧૭) રોજ બે સાધુ મહારાજની વિશ્રામણા ભક્તિ (રાત્રે સૂતાં પહેલાં પગ દબાવવા રૂપ ભકિત) કરવી. વિશેષ કારણ ન હોય તો કરવી. ૨૬
ગચ્છમાં રહેતાં જે લાભ છે તે અવશ્ય લેવો. મનને બહુમાન પૂર્વકની ભક્તિથી ભીનું રાખવાનો ભાવ અનુકરણીય છે.
(૧૮) વ્હોરવા જાઉં ત્યારે જે ઘરે જાઉં ત્યાં જે છોરાવે તે હોરું સારું લેવું છે તેનો ખપ છે તેમ સમજીને ના ન કહું ૨૭
રસનેન્દ્રિય સંબંધી ઇચ્છાનો જય મેળવવા માટે કેવો સૂક્ષ્મ નિયમ કર્યો છે. કેટલીક માનવ સુલભ નબળાઈને જીતવાનો ખ્યાલ ઉત્તમ છે. (૧૯) છોરવાની વસ્તુ છૂટી નખાય અને કોઇએ છૂટી નાંખેલી વસ્તુ લેવાય તો એક નવકારવાળી ગણી ૧૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org