SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ (૧૦) સામાન્ય રીતે કોઈ દવા લેવી નહીં. બે આંખ માટે, સર્પદંશ થયો હોય, લૂ લાગી હોય, પડ્યાઆખડ્યા હોય ત્યારે દવા-ઔષધની જયણા. ૩ સાધુને દેહની દરકાર ન હોય. ચિકિત્સાને તે ઈચ્છે નહીં, એ વાત સ્વીકારીને પણ સર્પદંશ વગેરેમાં વિશેષ કારણમાં ઉપેક્ષા પણ નહીં. દઢતા અને જડતાનો ભેદ અહીં જાણી શકાય છે. (૧૧) શય્યાતરના ઘરનું ઘી, તળેલા દ્રવ્યો, ગોરસ અને મુખવાસ-આ ક્યારે પણ ન લેવા. હ્યસામાન્યતઃ જે સ્થાનમાં સાધુ મહારાજ રહ્યા હોય તે સ્થાનનાં માલિકના ઘરથી સાધુ મહારાજ ગૌચરીના આહાર દ્રવ્યોનો લાભ ન આપે. છતાં પણ તેવું જ પડે તેવા સંયોગ ઊભા થાય ત્યારે આ ચાર દ્રવ્યો તો ન જ લેવાં. ૧૪ આવો નિયમ પણ અનુકરણીય છે. (૧૨) આગાઢ કારણ વિના - ક્ષેત્રાતીત, કાલાતીત, માગતીત આહાર-પાણી ન લેવા; જે આહાર-પાણી લઈને નદી ઉતરીને આવે તે આહાર-પાણી પણ ન લેવા. અપવાદ સ્વરૂપે, વરસાદ ચાલુ હોય ત્યારે અને ત્રણ-ચાર કોશ દૂર જવાનું હોય અને ત્યાં અનુકૂળતાવાળું ગામ ન હોય તો ખપે. ૧૫ શ્રમણજીવનની વિશેષતાની લાંબી યાદી બનાવીએ તેમાં આ વાત નોંધવાની આવે. એક ગામથી વિહાર કરીએ તો બીજે ગામ જતાં સાત કીલોમીટર સુધીમાં સાથે રાખેલી ગોચરી વાપરી લેવી જોઈએ નહીંતર ક્ષેત્રાતીત દોષ લાગે તે જ પ્રમાણે સવારે જે ગોચરી કોઇના ઘેરથી વહોરી હોય તો બપોરના ત્રણ વાગ્યા સુધીમાં વાપરી લેવી જોઈએ નહીંતર કાલાતીત દોષ લાગે. માર્ગાતીત એટલે સૂર્ય ઉગ્યા પહેલાં વ્હોર્યુ હોય તો તે ન ખપે. એ આહાર પાણી માર્ગાતીત કહેવાય છે. પ્રવચન સારોદ્વારમાં ગાથા ૮૧૧-૮૧૨ -૮૧૩ માં આ ત્રણ ગણની વ્યાખ્યા આવે છે. આ બોલમાં ઉત્સર્ગ અને અપવાદનું સંતુલન બહુ સુંદર જણાય છે. (૧૩) દશવૈકાલિકની સત્તર ગાથા ગણ્યા પછી જ આહાર કરું. કદાચ ન ગણાયતો બીજે દિવસે એક નવકારવાળી ગણી લઉ. ૧૬ સાધુ જીવનની સમાચારમાં આ આવશ્યક જ ગણાય છે છતાં તેવી જાગૃતિ કેટલી બધી છે. હેજ પણ દોષ ન લાગે તે માટેની આ સભાનતા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002067
Book TitlePathshala Granth 2
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2007
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Education
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy