________________
૧૧ ૨.
તાત્પર્ય એ છે કે સ્વાધ્યાય જેટલો જરૂરી છે તેટલાં જ સંયમજીવનના સમય પ્રાપ્ત કાર્યો પણ જરૂરી છે. ગચ્છવાસમાં રહેતા જે જે આવા કાર્યો આવે ત્યારે સ્વાધ્યાય સીદાય છે એ વાતને આગળ કરીને પેલા કાર્યોને ગૌણ ન કરવા. એ કાર્યો તો સ્વાધ્યાયના ફળ સ્વરૂપે છે. આવી સમજ આના વાચન ઉપરથી નીપજવી જોઇએ.
દલાચાર – ૨
(૪) એક નવકારવાળી સૂતરની અથવા અક્કલબેરની એક રાખું ૨૪
સામાન્ય રીતે શ્રમણ જીવનમાં એક નવકારવાળી રાખવામાં આવે છે; છતાં ઘણાં પરવાળાની કે સ્ફટિકની, એવી એવી રાખતા હોય છે. આમાં માત્ર એકનો નિયમ જ કરવામાં આવ્યો છે.
(૫) અવતરણિકા
તેરમા બોલમાં આપણે સમજવા માટે બે વિભાગ કરીએ છીએ. પહેલા ભાગમાં સ્વાધ્યાયની વાત કરી અને તે પછીના ભાગમાં રોજિંદો જાપ કરતા હતા, તે પણ નિયમમાં સમાવ્યો છે.
કુલ દશ માળા ગણતા હતા તે આ રીતે જણાવે છે. ૧. શ્રી શત્રુંજય તીર્થની ૨. શ્રી સીમંધર સ્વામીની ૩. શ્રી ગૌતમ સ્વામીની ૪. શ્રી આનંદવિમલ સૂરિ મહારાજની ૨. શ્રી વિજયદાનસૂરિ મહારાજની દ. શ્રી હીરવિજય સૂરિ મહારાજની ૭. શ્રી વિજયસેન સૂરિ મહારાજની ૮. શ્રી વિમલ હર્ષ ઉપાધ્યાયની ૯ પંડિત વાનરષિની ૧૦. સર્વ સાધુ મહારાજની
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org