________________
આ સાંભળી બોલાતું ન હતું છતાં મહારાજજીએ કહ્યું: “ભગવાનનાં દર્શન કરવા અમારે માટે કષ્ટ નથી.' ડૉકટરની સૂચના પ્રમાણે દવા-ઉપચાર જલદી શરુ કરાયા.
કેટલા વાગ્યા?” આવું દર દસ-પંદર મિનિટે પૂછતાં. સાંભળી બધાને કુતૂહલ થતું.સવા દસે સાધુ મહારાજ આવતા કહે: “અમારે કાંઈક સંભળાવવું છે.”
મેં કહ્યું: “સંભળાવે?” કહેઃ “સંભળાવવું હોય તો ભલે. મારે જરૂર નથી. હું પૂર્ણ સજાગ છું” મેં કહ્યું: “બોલો.”
એક પદ બોલવા લાગ્યા. એમાં બાલ જલે જેસી ઘાસકી પુલીયાં' --આવા શબ્દો આવ્યા એટલે મહારાજજીએ હાથથી, રોકાઈ જવા ઈશારો કર્યો. તેઓ ગયા.
અઢી વાગ્યાથી સ્વરૂપ પલટાયું. છતાં કોઈને અણસાર ન હતો. જોત-જોતામાં સાધુ-સાધ્વી-શ્રાવકશ્રાવિકાથી હૉલ ભરાઈ ગયો. સહુ કોઈ સ્તવન-સઝાય-પદ ધીમે સાદે સંભળાવી રહ્યા હતા. એમના લલાટ પર તેજ વધતું હોય તેમ લાગે. વાચા સ્પષ્ટ હતી. સ્મૃતિ તેજ હતી. જરૂર જણાય ત્યારે અને તેટલું જ બોલતાં. સહુ સાધુગણ એમને વીંટળાઈ વળ્યો હતો.
વાણી સૂરિ વહયા સર્વે સાંભળ્યું વિસ્મયે વયા; દેહ સૂતો હતો જ્યારે બેઠું'તું મન એકલું જગતો આતમા (એક) નિત્ય તેઓ અનુભવે કેન્સર વ્યાધિ ને બીજ, રોગ ટોળે વળી ગયા. (છતાં તે લેશ ના બીયા, “પાડોશી’ એમ જાણતાં) ઘણું સારું ઘણું સારું સારું છે મુજને ઘણું
સાતા પૃચ્છા તણો તેવો; ઉત્તર આમ આપતા. વચ્ચે-વચ્ચે કેટલા વાગ્યા?’એ પ્રશ્ન તો પુછાતો જ રહ્યો! લૂકોઝના બાટલા તરફ એમણે ઈશારો કર્યો. હાથ ઘણો ભારે અને જાડો થઈ ગયો હતો. આંગળાં ફૂલી ગયાં હતાં. પેટ તંગ અને તગતગતું હતું, જલોદર કહેવાય તેવું હતું. આવી દશામાં પણ મોં પર દીનતાની એક પણ રેખા ન દેખાય. ફરિયાદનું તો નામ નહીં. ૧૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org