________________
૧૨૬
જે આવે અને પૂછેઃ “શાતામાં છો!' તરત જવાબ આપેઃ “ઘણું સારું છે.” આ ઉત્તર મનને સામે રાખીને આપતા હોય તેમ જણાય છે કારણ કે એક વાર ત્રણેક મહિના પહેલાં જ્યારે બોલાતું ન હતું અને જવાબ લખીને આપતા હતા ત્યારે એક આચાર્ય મહારાજ ત્યાં પધાર્યા અને શાતાની પૃચ્છા કરી ત્યારે પાસે પડેલી એક ચબરખીમાં તેઓશ્રીએ લખેલું: “તન સૂતું છે. મન બેઠું છે અને આત્મા જાગતો છે.”
આવ્યા પંડિતજી જ્યારે, ત્યારે તો કહ્યું તેમણે; બેઠા કરો, કર બેઠા, પંડિતજી કરતા હવા. બધાંએ તેમને વાર્તા એવું તો કરશો નહીં પંડિતજી તણો હાથ, હાથમાં લઈને કહ્યું. દેવેન્દ્ર સાગર સૂરિ, અત્યારે વિહરે ક્યહીં? સુરેન્દ્રનગર, ક્ષેત્ર તણો. નિર્ણય થઈ ગયો? સંઘની મનમાં ચિંતા, વ્યાપી'તી એટલી બધી; આત્મ પ્રયાણ સમયે, દીઠી'તી કોણે કોઈની. કુમાર રાજકુંવરીનું નિવેદન લખી તમે,
ઘડીમાં ત્રણ ને ઉપર તો, ચાલીસ મિનિટો થઈ. પોણાચાર વાગવા આવ્યા હશે, ત્યાં પંડિત મફતલાલ આવ્યા. નજીક જઈ પૂછે છે: “કેમ સાહેબ! શાતામાં?'
મહારાજજી કહેઃ “ઘણું સારું!” પછી તરત કહે, “મને બેઠા કરો.” આ પહેલાં પણ ત્રણેક જણાને કહેલું કે મને બેઠા કરો. પણ ઉપસ્થિત સાધુવર્ણ ઇશારાથી તે વ્યક્તિને મના કરી દે. મહારાજજીને એમ કે પંડિતજી કદાચ માનશે. પંડિતજી ટેકો આપી બેઠા કરવા જતા હતા ત્યાં એમને પણ હાથનો ઈશારો કરી મના કરવામાં આવી. મહારાજજીના મનમાં પદ્માસને જવાની ઈચ્છા હોય પરંતુ બધાને લાગ્યું, એવું જોખમ લેવું નથી.
જ્યારે કોઈએ બેઠા થવામાં સહકાર ન આપ્યો ત્યારે મહારાજજીએ પંડિતજીને પોતાના મનમાં ઘોળાતી વાત પૂછવા માંડી. શરીર તો વીસેક મિનિટમાં છૂટી જવાનું છે છતાં મન ઉપર એ મૃત્યુનો ઓછાયો પણ ન હતો!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org