________________
/// //// WISE // ///////
૨૨૬
[[ ગ્રન્થ ર USી
સુભાષિતમ્
| (છંદ: મન્દાક્રાંતા) पिकः कृष्णस्तावत् परमरुणयो पश्यति दशा।
નર્યો શ્યામ સ્વાંગે પણ રતુમડાં લોચન ધરે परापत्यद्वेषी स्वसुतमपिनी पालयति यः॥
ન સંતાનો પાળે નિજ, અવરનો જ કરશે. तथाप्येषोऽमीषां सकलजगतां वल्लभतमो -
છતાં પ્રીતિ પામે સકલજગની કોકિલ ખરે न दोषा गण्यन्ते खलु मधुर वाचां क्वचिदपि।
ન કોઈ આરોપ દૂષણ મધુભાષી નર પરે.
અનુવાદ : કુલીનચન્દ્ર યાજ્ઞિક આ સુભાષિતનો મર્મ મજાનો છે. કવિએ એક સનાતન સત્યને સ-દષ્ટાંત આમ મૂકી આપ્યું છે. જે કોઈ મીઠાબોલા હોય છે તેના દોષો હોય તો પણ ગણાતા નથી. આ સમજવા માટે દાખલો આપણી સમક્ષ જ છે ઃ કોયલ કાળી છે અને તેની આંખ હંમેશા લાલ જ રહે છે. વળી કોયલ પોતાના બચ્ચાને ઉછેરતી નથી, પાળતી નથી. એ તો ચોરી છૂપીથી કાગડીના માળામાં જઈ કાગડીએ મૂકેલા ઈડા ખેરવી નાખીને એની જગ્યાએ પોતાના ઈડા સાવધાનીથી મૂકી દે છે. કાગડીમાં કાંઈ સમજ નથી. એ તો કોયલના મૂકેલા ઈડા પોતાના સમજી તેને સેવે છે, તેનું જતન કરે છે, ઉછેર છે. પોતાના જ બચ્ચાને માટે ખોરાક શોધી લાવે તેમ ખોરાક લાવી (ચિત્ર મુજબ) કોયલના બચ્ચાનાં મોઢામાં મૂકે છે. છતાં દુનિયામાં કોયલનાં વખાણ થાય છે ! કારણ? કારણ કે તેને મીઠું મીઠું બોલતાં ટહૂકતાં સારી પેઠે આવડે છે. આ માટે એક સુંદર પંક્તિ છેઃ
મીઠાશથી સહજ જનનાં દોષ સર્વે છૂપાતાં.' આમ, જેઓ માત્ર મીઠું મીઠું બોલી જાણે છે તેના પણ, લોકો વખાણ કરે છે.
છબીકાર : ભવાનીસિહ મોરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org