________________
કાવ્ય શાસ્ત્ર વિનોદની વાત
સંસ્કૃતના પ્રકાંડ પંડિત રઘુનાથ શિરોમણિ વિદ્યાર્થી હતા તે સમયની વાત છે. અધ્યાપક મહાશય પાસે સંસ્કૃતમાં મીમાંસાદર્શનનો પાઠ ચાલતો હતો. એક પદાર્થ બે વાર સમજાવ્યો પણ મગજમાં ન ઉતર્યો. અધ્યાપક ચીડાયા. બોલ્યાઃ ગૌસ્વમ્ તું બળદીયો છે.) કહેતા કહેવાઈ ગયું. જવાબ આપવાનો વારો વિદ્યાર્થીનો હતો. વિદ્યાર્થીમાં વિદ્વત્તા અને પ્રતિભાનો સંગમ હતો. એણે તરત જ જવાબ સંભળાવ્યોઃ
किं गविगोत्व मुताऽगवि गोत्वं, चेद्गविगोत्वमनर्थकमेतत्। भवदभिलषितमगोरपि गोत्वं भवतु भवत्यपि संप्रति गोत्वम्॥
પદ્યાનુવાદ : શું ગાયમાં એ ગોત્વ છે કે ગાય વિણ પણ ગોત્વ છે ! જો ગાય વિણ પણ ગોત્વ છે તો વાત ઘણી બેહુદી બને; જો ગાય વિણ પણ ગોત્વમાંહી આપ સંમત છો જ જો તો આપમાં એ ગોત્વનો વિનિયોગ સંભવિત બને
વિદ્યાર્થીએ કહ્યું કે આપ પણ જ છો.
આમાં તત્કાલ ફુરણાનું મહત્ત્વ છે. પ્રતિભાશાળી પ્રજ્ઞા અનાકુલપણે પ્રવર્તતી હોય ત્યારે જ આવી ફુરણા થાય છે. આમાં નરવા વિનોદનો પણ આશય જણાય છે. અધ્યયન-અધ્યાપન વેળાએ થયેલાં આવા વિનોદને નોંધવામાં નથી આવ્યા. મુખ પરંપરાથી સચવાયેલા જ રહેતા, શિષ્યો સુધી પહોંચતા. તેમાં જ્ઞાન તો જાણવા મળે જ છે પણ અધ્યાપક અને અધ્યેતાના નિર્મળ સંબંધોનો પણ મહિમા જણાય છે. આમાં તર્કશાસ્ત્રની ઉત્પત્તિકથાના અણસાર મળે છે.
૨૨૫
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org