________________
૧૯૮ નિરહંકારી ચેતનાની માવજત
Ĉ 18 Iloilesih
પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી ધર્મધુરન્ધરસૂરિ મહારાજની અન્તરંગ મનોવૃત્તિના ઇશારા મળતા ત્યારે ચિત્ત અહોભાવથી છલકાઈ જતું. પ્રસંગ એવો બન્યો કે એકવાર મારી આપેલી ડાયરીમાં તેઓશ્રી અક્ષર પાડે તો સારું એવા ભાવ મારા મનમાં રમતા હતા. યોગ્ય સમયે એક ડાયરી મેં એમને અર્પણ કરી. અર્પણ વેળાં બે શબ્દ લખવાનું મન થયું તે લખી દીધા !
આવ્યો કો'તવ હાથ સ્નિગ્ધ પથરો બેડોળ ને કદરૂપો,
શિલ્પીરૂપ ઘાટ નૂર અરપી, ચૈતન્યવંતો કર્યો ! આઠેક દિવસ પછી ફરીથી તેમની પાસે જવાનું થયું ત્યારે મનમાં અપાર કુતૂહલ હતું કે એ ડાયરીમાં શું શું લખાયું હશે! અને સુખદ આશ્ચર્ય વચ્ચે જ્યારે ડાયરી હાથમાં લીધી ત્યારે દેહ રોમાંચિત બન્યો! પહેલા પાનાં ઉપર નજર પડી તેવી ત્યાં ચોંટી ગઈ ! આંખો પહોળી થઈ ગઈ. વ્યાસ સ્થિર થઈ ગયો. આ શું વાંચું છું હું? અર્પણ પંક્તિમાં બે શબ્દમાં વિકલ્પરૂપે નીચે લખ્યું હતું. સ્નિગ્ધની નીચે મુગ્ધ લખ્યું હતું અને કદરૂપો એ શબ્દની નીચે કર્કરો એમ લખ્યું હતું. તે તો બરાબર પણ એ પંક્તિની નીચે તેઓશ્રીએ લખ્યું હતું?
જે ચૈતન્ય વસે સ્વયં સહજ ભૂ તેને નિમિત્તો મળે;
થાએ જાગૃત અન્યથા નવી ફળે યત્નો હજાર ભલે. આ પંક્તિ વાંચી આંખો ભીની થઈ આવી! આ શું? મેં તેઓશ્રીમાં કતૃત્વ સ્થાપ્યું. તેમણે એ કતૃત્વનો છેદ ઉડાડ્યો! નિમિત્ત કરતાં ઉપાદાનને આગળ કર્યું. આમ તેઓની અંતરંગ મનોવૃત્તિના દર્શન થયા. આવી બધી પ્રવૃત્તિ વખતે તેનું મૂલ્યાંકન કેવું કરતાં! વળી એ રીતે પોતાની નિરહંકારી ચેતનાની માવજત અને સાક્ષીભાવને પુષ્ટ કરતા હતા તે જાણી શકાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org