________________
૧
૭
૮
,2
.
.
.
...
એ પ્રશ્નનો ઉત્તર શોધવા માટે તમારે આગળના યુગમાં જવું પડશે. તમે ચાતુર્માસિક પ્રવચનમાં નિયમિત શ્રોતા છો. છેલ્લા એકાદ બે વર્ષમાં જ તમે, પ્રવચનમાં મારારોપદેશ નામના ગ્રંથના પ્રવચનોનું શ્રવણ કર્યું હશે. તેમાં શ્રાવકના, દિવસના કર્તવ્યમાં જિનાલયમાં જિનેશ્વરની સમક્ષ અષ્ટપ્રકારી પૂજાનો ક્રમ અને તેના પ્રત્યેકના શ્લોક આવે છે. (બીજો વર્ગ = પંદરથી બાવીસ શ્લોક) તેનું ધ્યાનપૂર્વક શ્રવણ કર્યું હશે. તેમાં તમે જોયું હશે કે ગનપૂના આઠમી છે, --છેલ્લી છે. વળી જળપૂજામાં નિર્મળજળથી ભરેલા કળશની સ્થાપનાની વાત છે. જળના અભિષેકની વાત જુદી છે અને જળપૂજાની વાત જુદી છે. અભિષેક(પ્રક્ષાલ)ને પૂજા નથી ગણી; નિર્મળ જળથી ભરેલા કળશની સ્થાપના તેને જળપૂજા કહી છે.
આ બાબતમાં તમારી શ્રદ્ધાને સ્થિર કરવા માટે શાસ્ત્રપાઠ જોઈએ તો આચાર્યશ્રી દેવેન્દ્રસૂરિ મહારાજ રચિત શ્રીનિત્ય ગ્રંથમાં ઉલ્લેખ છે. આચાર્યશ્રી ગુણચન્દ્રસૂરિ મહારાજ કૃત મહાવીર સ્વરિય માં પણ આઠમી પૂજા રૂપે ગત્રપૂકા ની જ વાત આવે છે.
તેથી તમે સાત પ્રકારની પૂજા પ્રભુજી ઉપર કરીને અગ્રપૂજામાં જ્યારે અક્ષતપૂજા -નૈવેદ્યપૂજા અને ફલપૂજા કરો ત્યારે પાટલા ઉપર જ નિર્મળજળથી ભરેલો કળશ સ્થાપન કરો તેમાં તમે આઠમી પૂજા કરી ગણાય.
આમ કરવાથી તમારો અષ્ટપ્રકારી પૂજાનો નિયમ સચવાઈ જશે. તમારી આઠમી પૂજાને માટે કોઈએ ભાવથી કરેલી અંગરચના વખી નાખતા નહીં. બને તો એવી કરેલી અંગરચના જોઈ રાજી રાજી થજો.
એક સ્થાને એવું બન્યું હતું કે અંગરચના કરનાર બહેન એ જ પ્રભુ સમક્ષ ચૈત્યવંદન કરતાં હતા અને એ જ સમયે, તેમણે બહુ ભાવ-બહુમાનથી કરેલી અંગરચનાને અન્ય કોઈએ નહણજળમાં પધરાવતા જોઈ આંખમાં આંસુ ધસી આવ્યા હતા.
બીજા એક પ્રસંગે, દસ વરસના એક બાળકે પોતે દોઢ કલાક સુધી તન્મય બનીને કરેલી અંગરચના પોતાની મમ્મીને બતાવવા હોંશે હોંશે લઈને આવ્યો પણ એ આંગીવાળા ભગવાન ઘણા ગોત્યા પણ આંગી રહી હોય તો મળે ને! બાળકે દોડાદોડ કરી પૂજારીને બોલાવી પૂછ્યું ત્યારે ખબર પડી કે બીજા એક બહેનને કરવાની હતી તે પ્રભુજીને પ્રક્ષાલ કર્યો પણ એ બહેન પણ ન કરી શક્યા ! એ બાળકનું હૈયું નંદવાઈ ગયું!
આવું તમે તો નહીં જ કરો! પ્રભુજીના દર્શન કરી રાજી થવું એ પણ એક પૂજા છે તેમ માનજો. આશા છે કે તમને સમાધાન મળી ગયું હશે. .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org