SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ જલ્દી જલ્દી ઉતાવળે ચાલ્યા પણ મંડપમાં આવી જુએ છે તો 2ષભકુમારને તો સ્નાન-વિલેપન કરાવીને ઉત્તમ વસ્ત્રાલંકાર પહેરાવીને સિંહાસન પર વિરાજમાન કરી દીધાં હતા! યુગલીયાઓ જેવા અભિષેક જળ લેવા ગયા કે સહસા ઈદ્રાસન કંપ્યું અને ઈદ્રમહારાજા અને દેવોએ મળી તીર્થજળથી અભિષેક કરી, દિવ્ય વસ્ત્રો ધારણ કરાવી મુગટ વગેરે રત્નાલંકારો ધારણ કરાવ્યા. દેવોને આ બધું કરતાં શી વાર ! યુગલીયાઓને મનમાં ઘણી હોંશ હતીઃ આજે આપણે આપણા લાવેલા જળથી અભિષેક કરીશું પછી તેને વસ્ત્ર અલંકારથી સજ્જ કરીશું.” પણ અહીંનું દશ્ય તો જુદુ હતું. હવે? બધા યુગલીયાઓ અખિન્ન હૃદયે ત્યાં જ ઉભા રહ્યા. ઈદ્રો અને દેવોનું આવાગમન ચાલુ જ હતું. સહેજ પણ છોભીલા પડ્યા વિના, ઋષભકુમારના પગનો એક અંગૂઠો દેખાતો હતો ત્યાં પોતાના પડીયાના જળ વડે, આચાર સાચવવા અભિષેક કર્યો! સંતોષ માન્યો. અભિનવ ઋષભકુમાર પ્રસન્ન પ્રસન્ન થઈ ગયા. મુખમાંથી સહસા ઉદ્ગાર સરી પડ્યાઃ મેદો વિનીતા તો (અહો! આ બધા કેટલા વિનયવંત છે !) ઈદ્રમહારાજા પણ આ ઘટનાથી ખૂબ પ્રભાવિત થયા. નૂતન રાજાના મુખમાંથી નીકળેલા શબ્દોને કાયમી બનાવવા માટે જાહેર ઉઘોષણા કરી કે, “આ ઘટનાની સ્મૃતિને ચિરંજીવિની બનાવવા અહીં આ સ્થળે એક નગરી વસાવવામાં આવશે અને તેનું નામાભિધાન વિનીતા રાખવામાં આવશે.” યુગલીયાઓ રાજી રાજી થઈ ગયા. આપણે આ ઉપરથી એક કાયમી બોધ તારવવાનો છે. યુગલીયાઓએ શું કર્યું? આપણે શું કરવું જોઈએ? આ રીતે રોજીંદી ઘટના પાછળનો આશય અને પ્રક્રિયા બદલવાના છે. તમારે પ્રભુજીની અષ્ટપ્રકારી પૂજા કરવાનો ભાવ છે. નિયમ છે. તમે જે પ્રભુજીને રોજ અષ્ટપ્રકારી પૂજા કરો છો તે જ પ્રભુજીને તમે આવ્યા તે પહેલા પૂજા થઈ ગઈ છે. અરે ! કોઈએ ખૂબ ભાવથી વિવિધ પુષ્પો વડે અલંકાર યુક્ત અંગરચના પણ કરી દીધી છે. તો, તમને એક મૂંઝવણ એ થવાની કે સાત પ્રકારની પૂજા તો થઈ શકશે પરંતુ પહેલી, જળ વડે અભિષેક કરવાની પૂજા તો બાકી જ રહેશે તેનું શું? ૧૭૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002067
Book TitlePathshala Granth 2
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2007
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Education
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy