SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ રહ્યા હતા. ઉપવાસની તો ના ન પાડે! જે ચિકિત્સક નક્કી કર્યા તે કહે તે બરાબર કરવાનું વિ.સં. ૨૦૩૧માં કેન્સર નિદાન થયું પછી અષાઢ મહિનામાં બાબુભાઈ વૈદ્ય મળ્યા. તેમણે ચીંધ્યા પ્રમાણે દવા-ઔષધઅનુપાન-પરેજી બધું સ્વીકાર્યું. ચિકિત્સા શરુ કર્યાના ચોથા કે પાંચમા દિવસે સાંજે વૈદ્યરાજે કહ્યું કે મહારાજ સાહેબ! આપ છીંકણી સુંઘો છો તે આપનાથી બંધ કરી શકાય! કરી શકાય તો સારું. મહારાજજીએ પૂછ્યું: તેમ કરવાથી આરોગ્યમાં ફાયદો થાય ! જવાબ મળ્યોઃ “હા.” બસ, આટલી જ વાત. વૈદ્યરાજ ગયા પછી રાત્રે સૂતાં પહેલાં ભગવાન આદીશ્વર દાદાને યાદ કરી છીંકણી મૂકી તે મૂકી. બે દિવસ પછી વૈદ્યરાજે પૂછ્યું કે ડબી ક્યાં? મહારાજજી કહે કે એ તો તમે કહ્યું તે જ વખતે સંકલ્પ થઈ ગયો. ગઈ તે ગઈ ! વર્ષોની ટેવ, પણ મનોબળ એવું કે “મેરુ ચળે પણ મનડાં ન ચળ’ એ લીટી યાદ આવી જાય.વૈદ્યરાજ જૈન હતા. ભક્તિવંત હતા. તેઓ કહે તે જ અને તેટલો જ આહાર લેતા. સારવાર પણ તેમની જ લેતા. વચ્ચે-વચ્ચે ડૉકટરોને બતાવવાનું રાખ્યું હતું એ તો અંધારામાં ન રહી જવાય એટલા પૂરતું જ. છેલ્લા દિવસોમાં કેન્સર નિષ્ણાત ડૉકટર ગવાડિયા કરીને હતા. તેમની દેખરેખમાં દવા-ઉપચાર ગોઠવાયાં હતાં. હૉસ્પિટલમાંથી ખાટલો લાવવામાં આવ્યો હતો. લૂકોઝ વ. ના બાટલા આપવાની સુવિધા રહે તે આશય હતો. વૈશાખ વદિ અગિયારસની સવારે શરીરમાં અતિશય શિથિલતા હતી તેથી પહેલી જ વાર પ્રભુજીની પ્રતિમા, દર્શન માટે ઉપાશ્રયે લવાઈ હતી. એ દિવસ તો ઠીક પસાર થયો, રાત્રે ખૂબ ગરમી લાગી. પવનનું નામ-નિશાન નહીં. રોગની ગરમી સાથે દવાની ગરમી. શરીરમાં દાહ-દાહ લાગતો હતો. રાત્રે પુષ્કળ પાણી એમના શરીર પર રેડતાં જ ગયા. સવારે પ્રભુજીને લઈને, પૂજારી જવ આવીયો, સૂરિએ હાથ મુદ્રાથી, આવતાં જ નિવારીયો. તૈયારી કરો એમ, કહ્યું તો મુનિઓ બધા; સાથે તેઓ મૂલેવાજી, દર્શને પધારીયા.. સવારે પ્રતિક્રમણ થયા પછી પડિલેહણ માટે તેઓને પાટ પરથી નીચેના આસન પર બેસાડતા હતા ત્યારે તેઓ કહે છે, “આપણે ત્યાં અઠ્ઠમના પારણે સાકરનું પાણી હોય છે તેવું પાણી મળે? ૧૨૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002067
Book TitlePathshala Granth 2
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2007
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Education
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy