________________
૧૫૮
આવા વાતાવરણમાં ક્યારેક, સાથે આવેલા નાનાં બાળકોએ બાળ-સહજ જીદ કરી હોય, ‘મને આપો, મને આપો.” અને..એમ બાળકોથી શેષ લેવાનું શરુ થયું હોઈ શકે જે ક્રમે-ક્રમે સહુએ અપનાવી હોય એમ બને. આ પ્રણાલિકા એકદમ બંધ કરવા જેવી નથી.
અમે તો શ્રી સંઘમાં ચાલી આવતી કોઈ પણ પ્રથાનો નિષેધ નથી કરતાં. જેનો વિકલ્પ હોય તેનો જ વિરોધ કરીએ. હા! એ પ્રથામાં કાળક્રમે જે દૂષણ પેસી ગયા હોય તે અટકાવવા ભરપૂર પ્રયાસ કરીએ. વળી અમે તો ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજની શીખ બરાબર ગાંઠે બાંધી છે જ. એ મૂળ પાઠ તમને જણાવું અને પછી તેનો સરળ અનુવાદ પણ રજુ કરું?
ये तु गीतार्थाज्ञा निरपेक्षा, विध्यभिमानिनः, इदानींतन व्यवहारमुत्सृजन्ति, अन्यं च विशुद्धं व्यवहारं संपादयितुं न शक्नुवंति ते बीजमात्रमुच्छिन्दन्तो महादोषभाजो भवन्ति । विधिसंपादकानां विधिव्यवस्थापकानां च दर्शनमपि प्रत्यूह व्यूह विनाशमिति वयं वदामः॥
*" (જોrfહશિયા ગાથા ૧૩ ની વૃત્તિનો અંત ભાગ ) – અર્થ : જે વ્યક્તિ ગીતાર્થ પુરુષની આજ્ઞા પ્રત્યે બેદરકાર હોય અને વિધિ માટે આગ્રહી છીએ એવું અભિમાન ધારણ કરતાં હોય તેઓ વર્તમાનમાં પ્રવર્તમાન વ્યવહારને ત્યજે છે (ત્યજાવે છે) અને બીજા વિશુદ્ધ (દોષરહિત) વ્યવહારને સ્થાપિત કરવા માટે સમર્થ નથી તે બીજમાત્રનું ઉચ્છેદન કરનારા મોટા દોષના ભાગીદાર બને છે. (બાકી અમે તો) વિધિના સ્થાપનારાનું અને વિધિને વ્યવસ્થિત કરનારાનું દર્શન પણ મંગળને કરનારું, વિદનોના સમુહનો નાશ કરનારું છે. – એવું અમે કહીએ છીએ.”
આમ, શ્રી સંઘમાં પ્રવર્તમાન જે કોઈ રીત-રિવાજ કે પ્રણાલિકા હોય તેના મૂળની વિચારણા કરવી. શ્રી સંઘના બુઝર્ગ માણસો સાથે ચર્ચા-વિચારણા કરવી. પછી તેમાં પેસી ગયેલા દૂષણ કેમ દૂર થાય તેની વ્યુહરચના વિચારવી. આ રીતે પ્રભુના શાસનમાં અવિધિ નિષેધ અને વિધિ-સ્થાપનનો માર્ગ છે એવું હું સમજ્યો છું. તમે અન્ય ગીતાર્થ મહાપુરુષોનો પણ સંપર્ક કરજો.
– આશા છે કે તમારી મૂંઝવણ હળવી થઈ હશે. .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org