________________
આનંદ સાથે.
,
,
પાઠશાળા' ગ્રન્થ - ૧ ને વાચકોએ ઉમળકાભેર વધાવ્યો. તેથી ઉત્સાહ વધ્યો. શ્રી રમેશ બાપાલાલનો શ્રમ શરુ થયો. પરિણામ તમારા હાથમાં છે.
હવે જે યુગ આવ્યો તેમાં આવું વાચન સુપાચ્ય ગણાવા લાગ્યું. બાકી જૈન સંઘમાં આવા પાઠશાળા' જેવા સામયિકો ઘણી મોટી સંખ્યામાં પ્રકાશિત થાય છે. તેમાં પદેશિક લખાણ આવે જ છે. તેનો પણ વર્ગ છે. પણ પાઠશાળા'નું વાચન કરનારા વધારે ચોક્કસ નીકળ્યા. સાવ અજાણ્યા થઈને પૃચ્છા કરીને અથવા સામેથી તેઓએ જે પ્રતિભાવ આપ્યા તે સાંભળીને લખવાનો ઉત્સાહ વધ્યો.
મુંબઈમાં વાચકવર્ગ વિશાળ છે. કદરદાન પણ છે. તો, અઘરું હોય ત્યાં પ્રશ્નો લખનારા પણ છે. જેથી મનમાં થયું કે શ્રમ સફળ થયો છે.
ચો તરફ નજર નાખતાં દુવૃત્તિઓનું સામ્રાજ્ય ફેલાયેલું લાગે, પણ સ્ટેજ નજર ઝીણી કરીને જોવાનું કરીએ તો સદ્દવૃત્તિ, સદ્વર્તન અને પરોપકારની જ્યોત પણ ચોક્કસ પ્રદેશમાં અજવાળું પાથરતી જોવા મળે છે.
એવાં ઉત્તમ પુરુષોને આના વાચનથી બળ મળે છે તેવું જાણવા મળ્યું છે. તે જ આવા પુસ્તકોનું ચાલક બળ છે. વધારે કાંઈ કહેવાનું નથી.
પૂજ્યપાદ ગુરુ મહારાજે આ ગ્રન્થ માટે લખ્યું તેમાં તેઓશ્રીના વાત્સલ્યના જ દર્શન થાય છે. વળી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખશ્રી કુમારપાળ દેસાઈએ પણ પોતાની વ્યસ્તતા વચ્ચે પણ લખ્યું તેથી મૈત્રી વધુ મજબૂત બની છે. રમેશભાઈ તો આ કાર્યમાં માળામાં દોરાની જેમ છૂપાયેલા છે જ. હવે વાચક શરુ કરે...
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org