________________
આવા નિયમો લેવા અને તેને દઢપણે વળગી રહેવા માટે સબળ મનોબળ જોઇએ. સંયમનો પ્રગાઢ રાગ જોઇએ તો જ આ પાળી શકાય. આ નિયમનું પાલન અશક્ય નથી માત્ર સંયમનો પ્રેમ દઢ હોવો જોઇએ.
(૨૫) મારા શરીરે તેલ આદિની માલિશ જાતે કદી ન કરું. કોઈ પરાણે એ પ્રમાણે તેલ વગેરેનું વિલેપન કરે તો બીજે દિવસે એક નવકારવાળી ગણી દઉં. ૩૭
શરીરની ચિકિત્સા જરૂરી ન લાગે તો તેના માટે જે કાંઇ પરિસ્થિતિ સર્જાય તે સ્વેચ્છાએ સહી લેવાની પૂર્ણ તૈયારી એ સાધુતાનું ભૂષણ છે. આમાં દંભનો પ્રવેશ ન થાય તે માટે પરાણે બીજા કોઇ કરે તો દંડ ભોગવવાની પણ તૈયારીથી શરીર પ્રત્યેની નિર્મમતા જણાય છે. સહ્ય હોય તો તે ટાળવી જોઇએ તેવો બોધ આમાંથી મળે છે. (૨૬) રાતે ઊંઘમાં પણ પડખું બદલતાં પૂંજ્યા પ્રમાર્જવામાં પ્રમાદ સેવાઇ જાય તો એક નવકારવાળી ગણી દઉં. ૩૮
નાની-નાની બાબતો દ્વારા સંયમમાં અશુદ્ધિ ન પ્રવેશી જાય પણ શુદ્ધ સંયમનું પાલન થતું રહે તે માટે આવો નિયમ નોંધપાત્ર જણાય. ઊંઘમાં પણ પ્રમાર્જનાનો સંસ્કાર દઢ કરવાની તીવ્રતા અંતરંગ જાગૃતિનું પ્રબળ અંગ બની રહે છે.
(૨૭) મારા પોતાના જે ઉપકરણો છે તેમાં તે તે ઉપકરણની પડિલેહણા જેટલા બોલ વડે કરવાની કહી છે તેટલાં બોલથી એ પડિલેહણા કરું જેમ કે જોળીયું પચ્ચીસ બોલે, ઉપધિ- ઓધારિયું પચ્ચીસ બોલે, સ્થાપનાજી તેર બોલે, ડાંડો, ઠંડાસણ, કાનદોરો આ બધા દશ બોલે, પડિલેહણ કરવાનું છે. તેમાં વધારે ઓછા બોલ થાય તો પડિલેહણ દીઠ પાંચ પાંચ નવકાર ગણી દઉં. (વિશેષ કારણ ન હોય તો) ૩૯
રોજિંદી પડિલેહણ જેવી ક્રિયામાં પળે પળે મન પરોવીને રાખવું જો તેમાં ચૂકાઇ જવાય તો દંડ રાખવો. આવું કડક સંયમ તેમને પાળવાની તત્પરતા છે. બોલ બોલવાથી મન તે તે ક્રિયામાં દત્તચિત્ત રહે છે. તેથી ક્રિયા ફળવતી બને છે. અહીં કાનદોરો શબ્દ છે તેથી કાજો ભરતી વેળાએ, સ્થાપનાજી પલેવતી વખતે અને તાડપત્ર જેવી પોથી વાંચતી વખતે કાને બે દોરાવાળી મુહપત્તિને ઉપયોગમાં લેતા તે ઉપકરણ હોવું જોઇએ.
(૨૮)સીકી (વધારાની ગૌચરી જે જોળીમાં બાંધીને ખીંટીએ મૂકવાની હોય તેને સીકી કહે છે), ઉપધિ, દાંડો જ્યારે જ્યારે લેવાનો-મૂકવાનો હોય ત્યારે પૂંજવાનું અને પ્રમાર્જવાનું કરવું. ન કરાય તો એક નવકારવાળી ગણી દઉં. ૪૦
Jain Education International
For Private & Personal Use Only
૧૧૭
www.jainelibrary.org