________________
૧૧૮
સંયમજીવનમાં જે સતત જયણાશીલ હોય છે તે આરાધક હોય છે તે મુજબ જયણાપૂર્વક જ લેવા- મૂકવાની ટેવ -આગ્રહ પાડવાં જ જોઇએ. તે માટેનો દંડ તેઓએ જાતે જ રાખ્યો છે. આ બધું મનમાં લેવાય તો સુકર છે. (૨૯) સાંજે શરીરની અકાલસંજ્ઞા થાય તો આયંબિલ કરી દઉં અને સવારે શય્યાતર ઘર પૂછ્યું, કહ્યું તે છતાં ખ્યાલ ન રહે અને ભાંગો લાગે તો આયંબિલ કરી દઉ. ૪૧
સૂર્યાસ્ત પછી વડી શંકા નિવારવા જવાનું થાય તેને અકાલસંજ્ઞા કહેવાય છે, તે દોષ છે. તેના પ્રાયશ્ચિત રૂપે એક આયંબિલ કરવાની વાત છે તેવી જ રીતે શય્યાતરના ઘરે ગૌચરી માટે ન જવાય છતાં ખ્યાલફેરથી જવાઈ જાય તો પ્રાયશ્ચિત રૂપે આયંબિલ કરી દેવાની વાત છે. આવા દોષ પણ ન લાગે તેની કાળજી દેખાય છે
(૩૦) આહાર-પાણી કરતાં પહેલાં ઇરિયાવહી પડિક્કમું. જો ઇરિયાવહી કર્યા વિના આહાર-પાણી કરું તો પાંચ નવકાર ગણી દઉં. ૪ર
આ નિયમમાં તેમની સંયમની વિશુદ્ધિનું પરિણામ દેખાય છે.
(૩૧) ઘડો વગેરે માટીના વાસણ અથવા પાત્રા (?) મારા હાથે ભાંગે તો છઠ્ઠ કરું ન થાય તો આયંબિલનીવી કરીને અથવા ચાર હજાર સ્વાધ્યાય કરીને પણ છઠ્ઠ કરી દઉં. ૪૩
જેને નિરતિચાર સંયમ પાળવાની તીવ્રતા હોય તેને જ આવા દોષો પ્રત્યે જાગૃતિ સંભવી શકે. દંડ મોટો હોય તો જાગૃતિ રહે.
(૩૨) લઘુ શંકા નિવારીને માત્ર પૂંજ્યા વિનાની ભૂમિમાં પરઠવું અને ઊભા ઊભા પરવું તો પાંચ નવકાર ગણી દઉ. ૪૪
પળેપળની તે તે ક્રિયામાં પ્રમાદ ન સેવાય જાય તે માટેની વાત આમાં છે.
(૩૩) ૧.ગૌચરી વાપર્યા બાદ મારા મોંઢે ‘આ ખાટું છે, આ ખારું છે' તેવું મારા માટે ના કહું. ૨.કોઇ સાધુ મહારાજ પ્રત્યે અને કોઈ ગૃહસ્થ પ્રત્યે મારા મોંઢે કઠોર ભાષા બોલાઇ જાય તો દશ નવકારવાળી ગણી દઉં. ૪૫
આહારને વખાણવું નહીં અને વખોડવું નહીં એ નિયમ તો બધાંએ અપનાવવા જેવો છે અને કોઇના પણ પ્રત્યે કઠોર ભાષા ન વાપરવી એથી ‘ઉત્તમ મુખે મધુરી ભાષા’ સહજ બને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org