SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ સાંબેલુ નાનું એવું ગામ. ગામના પાદરમાં એક ડેલીબંધ ઘર. ડેલી ઉઘાડીએ ને વીસેક ડગલાં ચાલીએ એટલે ઘરના પગથીઆ આવે. પહેલો ઓટલો પછી ઓસરી અને અંદરના ઓરડા રસોડું વગેરે આવે. ઘરના માલિક ઉગરચંદ. ઉગરચંદભાઈ સ્વભાવે ઓલદોલ. ખાવે-ખવરાવે રસવાળા. બપોરે બજારમાંથી ઘરે રોટલા ખાવા જાય ત્યારે જે કોઈ પરોણાં મહેમાન મળે તેને આગ્રહ કરે. ન માને તો કરગરે પણ સાથે લીધે જ પાર કરે. ઘરે લાવી સારી સરખી પરોણાગત કરે. એ દિવસે નજીકના ગામથી આવેલા છ જણાં, જેઓ વેપારી મહાજન હતા, તેમને પરાણે ઘરે લઈ આવ્યા. ડેલી ખોલી. એ છએ જણને અંદર લીધાં. ખાટલાં ઢાળ્યા. બધાંને ઠંડું પાણી પોતે પાયું. પછી ઉગરચંદ રસોડે ગયા. બહેનને કહ્યું: “આજે તો મહાજન આવ્યું છે. શિરો અને ભજીયા બનાવો.” બહેન કહેઃ “બધું બનાવું પણ શિરા માટેનું ઘી ક્યાં છે?” ઉગરચંદ કહે: “લાવો તપેલી. અબઘડી ઘી લઈ આવું.” તપેલી અને ઢાંકણું લઈ બહાર આવી, “તમે પોરો ખાવ, હું આ આવ્યો.' એમ કહી જોડાં પહેરી ડેલીનો દરવાજો ઠાલો બંધ કરી ઉતાવળ ગામ ભણી ચાલ્યાં. મહેમાનો વાતે વળગ્યાં. જરા વાર માંડ થઈ હશે, ત્યાં તો રસોડામાંથી બહેનનો રડવાનો અવાજ સંભળાયો. હીબકાં બંધ ન થાય! એકલી બહેન ઘરમાં આમ રડતી જાણી મહેમાનો વિમાસણમાં પડ્યાં. એકાએક શું થયું હશે? બે પ્રૌઢ એવા ભાઈઓ ઊભા થઈ ધીમે પગલે રસોડા પાસે ગયા. ઘરમાં કોઈ મરદ નથી અને આ એકલા બાઈ માણસ રડે છે. કારણ શું હશે? અચકાતાં અચકાતાં પૂછે છે: બહેન! કેમ રડો છો? પ્રશ્ન સાંભળીને ડૂસકાં વધ્યાં. ભાઈઓ ગભરાણાંઃ “બહેન, અમને કહેવાય તેવી વાત હોય તો કહો. કહેશો તો ઉપાય થઈ શકશે.” ૨૫૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002067
Book TitlePathshala Granth 2
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2007
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Education
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy