________________
૨૫૨
ero Tols
કળશ્ય કળશ્ય ઠંડુ પાણી મહેમાનને માથે રેડતાં રહી, ઉગરચંદ વારે વારે બોલતાં હતા --સ્વરૂપચંદ ! બરાબર છે ને ! કાંઈ ખામી હોય તો કહેજો !
સ્વરૂપચંદની તો દંતવીણા ચાલતી હતી. શરીર આખામાં થથરાટી અનુભવતા હતા, તેથી બોલ્યા કે ઃ ‘ઉગરચંદ ! તારી ભક્તિ ઘણી છે. છતાં પણ મારો જીવ એવો તો કઠણ છે કે તે નીકળતો નથી.’
ઉગરચંદમાં ભક્તિ ખરી પણ વિવેકના ખાતે મોટું મસ મીંડુ !
સ્વરૂપચંદે જે ભક્તિ ધગધગતાં ઉનાળામાં કરી હતી તેવી ભક્તિ ઉગરચંદે ઉત્તર ગુજરાતના ગામમાં, પોષ મહિનાની કડકડતી ટાઢમાં કરી!
જે ભક્તિમાં વિવેકનો અંકુશ નથી તે ભક્તિ ભારરૂપ છે. બોજારૂપ છે. ક્યારેક તો જીવલેણ પણ થાય ! ભક્તિનું મૂલ્યવાન નંગ વિવેકની વીંટીમાં મઢાયેલું હોય ત્યારે તે જીવાદોરી જેવું નીવડે છે. અંતરંગ ભક્તિભાવમાં સમજપૂર્વકનો વિવેક ભેળવીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org