SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ વરસતી આગમાં સતત શેકાઈ રહેલા તનને ઘણી રાહત લાગી. પછી, ખાવા-પીવામાં ગુલાબનું અને ખસનું શરબત, દહીં-છાસ-લસ્સી વગેરે કલાકે કલાકે અપાતા રહ્યા. હૃદયના ભાવથી ઉગરચંદનું મન ભરાઈ આવ્યું. વિચારતા રહ્યા કે કુંવારા સાસરે ગયા હતા ત્યારે પણ આવા અછોવાનાં થયા ન હતા ! હવે મનમાં એમ થવા લાગ્યું કે ક્યારે આ ભાઈ મારે ત્યાં આવે અને હું પણ તેમની આ રીતે બધી સરભરા કરું ! નમતી બપોરે એકાદ કલાક બજારમાં ગયા અને વ્યાપારિક કામ પણ થઈ ગયું. સાંજ પડી. વળી ગુલકંદનો અને મીઠા મુરબ્બાનો દોર ચાલ્યો. રાત્રે પણ ફળીયામાં લીમડા નીચે ખાટલો ઢાળી, આજુબાજુ ઠંડા પાણીનો છંટકાવ કરાવી વાતા પવનમાં ઠંડક આણી. જરા વારમાં તો આંખ ઘેરાણી. ઘસઘસાટ મીઠી ઉંઘ એવી આવી કે જાણે પળ વારમાં સવાર પડી ગઈ ! જવાનો સમય થયો. એકબીજાના સરનામાંની લેવડ-દેવડ થઈ. ગુજરાતમાં પોતાના વતનમાં આવવાનું સાચા હૃદયથી આમંત્રણ અપાયું. ગાડી ઉપર મૂકવા સ્વરૂપચંદ ગયા. ઉગરચંદ ગાડીમાં બેઠાં પછી હાથના અભિનયથી આવજો...આવજો થયું. +91-996-3++ *>J<+ +++139>><+ સમયને વિતતા ક્યાં વાર લાગે છે ! સાતેક વર્ષ બાદ સ્વરૂપચંદને ઉત્તર ગુજરાતના ગામ તરફ જવાનું થયું. ઉગરચંદનું ગામ યાદ આવ્યું. પોષ મહિનો હતો. સાંજ પડે તે પહેલાં અંધારા ઉતરવા લાગે. છતાં મોં-સૂઝણું હતું ને સ્વરૂપચંદ પહોંચી ગયા. નાના એવા ગામમાં ઉગરચંદનું ઘર ઓછી મહેનતે મળી ગયું. ઉગરચંદ તો હરખઘેલા થઈ ગયા. ઘણાં વખતથી મનમાં સંઘરી રાખેલું, એ આગતા-સ્વાગતા કરવાનો દિવસ આવી ગયો. સ્વરૂપચંદે કરેલી મહેમાનગતિ બરાબર યાદ રાખી હતી. હું પણ આમ કરું ને તેમ કરું એવા મનોરથની માળા ગૂંથી હતી. એમાં સારું થયું કે રાત મળી ગઈ. પરોણાગતની શરૂઆત થઈ ગઈ. વહેલી સવારે મહેમાનને ઘરના પાછલા વાડામાં દોરી ગયા. વાડામાં તો ઘંટીનું પડ વર્ષોથી લાવી મૂકેલું. તેના પર સ્વરૂપચંદને બેસાર્યા. ફરતી ઠંડા પાણીમાં ભીંજાવેલા ધોતિયાની દીવાલ રચી. Jain Education International For Private & Personal Use Only ૨૫૧ www.jainelibrary.org
SR No.002067
Book TitlePathshala Granth 2
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2007
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Education
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy