________________
તો બધી રાણીઓનાં બન્ને હાથનાં કંગનો ઘસારાના લયમાં રણકી રહ્યાં છે. એ સૌભાગ્યના ચિહ્ન આજે દુર્ભાગ્ય સરજી રહ્યાં હતાં ! કંગનનો એ રણકાર રાજાથી ખમાતો ન હતો.
કાર્યરત રાણીઓ અને મહાલયના સર્વે સેવકો રાજાની આજ્ઞા પાળવા આતુર હતા. રાજાએ સેવકોને કહ્યું, એ અવાજ ખમાતો નથી; બંધ કરાવો.” પળવારમાં તો બધી રાણીઓએ એક જ સૌભાગ્ય ચિહ્ન રાખી બાકીના કંકણ દૂર કર્યા. રાજાને કાને અવાજ આવતો બંધ થયો. રાજાએ પૂછ્યું: “શું ચંદન ઘસવું બંધ કર્યું?”
સેવકોએ કહ્યું, “ના, ના, ચંદન ઊતરે જ છે જુઓ આ વાટકો ભરાઈને આવ્યો.” ‘તો અવાજ કાં નથી આવતો?” એક સૌભાગ્ય-કંકણ રાખીને, બાકીના અળગાં કર્યા છે.” એમ ! એક હોય તો અવાજ આવતો નથી!” આમ આવા સાદા વાક્યથી રાજા જાગી ગયા. પદાર્થ સાથેનું તાદાભ્ય તોડ્યું અને અવિનશ્વર આત્મા સાથેનું તાદામ્ય જોડ્યું. આ જાગૃતિ કાયમના લેવલે ઊભી થઈ. એક છે ત્યાં અવાજ નથી, કોલાહલ નથી. આ સુદ્દઢ નિર્ણય એવો થયો કે આહાર ઉપધિ તો છૂટ્યા જ છૂટ્યા, પણ યાવતુ દેહ પણ અળગો થયો. મમતા ગઈ. બધું સ્પષ્ટ થયું. મારું શું? પરાયું શું? અંદરથી ઊઠતી વૃત્તિઓનું નિરીક્ષણ-પરીક્ષણ બરાબર થયું. આહાર ઉપધિ દેહની સાથે જોડાયેલી વૃત્તિઓ મન સાથે ચોંટેલી હતી. તેને ઉખેડી નાખી. ઊતરડવી ન પડી. વિસર મને સંન નં અર્થ? મને સંયમમાં આનંદ દેખાડો આપણી વૃત્તિ પર જો કાબૂ રહે તો ઘણી સુખદ ક્ષણો આપણને મળતી રહે. મનને કેમ કેળવવું તે જ આપણા માટે અઘરું પેપર છે. છતાં કરતા કરતા કરતઅભ્યાસ જન જડમતિ હોત સુજાના એ ન્યાયે રોજના જીવનમાં ટેવ પાડવામાં આવે તો દુઃશક્ય પણ શક્ય બની જાય. વૃત્તિને નાથવાનું કામ ભલે કપરું છે પણ સાધ્ય બને ત્યારે આનંદનો અનુભવ થાય છે. કહ્યું છેને? પહેલા પીડા પ્રસૂતિની, પછી પુત્ર વધામણી. |
૯૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org