________________
વિહાર વાર્તા એક અભિરામ સ્થળે..
(UTUદાળા ગ્રન્થ ર | 8
વિ.સં. ૨૦૬૩ના પોષ વદિના પહેલા સપ્તાહના દિવસો હતા. સૌરાષ્ટ્રનો બગીચો ગણાય એવા મહુવા પંથકના નજીકના ગામ કુંભણથી કાચે રસ્તે વિહાર કર્યો. પ્રભુજીના દર્શન કરીને નીકળતાં ભળભાંખળું થઈ ગયું હતું. પૂર્વમાં મોં-સૂઝણું થવામાં હતું. વદિમાં તો પાછલી રાતે ચાંદની રેલાતી હોય છે. કવિ નાનાલાલ મોટે પરોઢિયે સાંઢણી પર કરેલી પંચાસરની મુસાફરી દરમિયાન રચેલી પંક્તિ યાદ આવી :
‘પાછલી રાતનાં અજવાળિયાં... રે; ચાંદનીથી ચીતર્યા સખી...'
આમ તેજ-છાયાની અજબ ગુંથણી થઈ હતી. અમારે ગોરસ થઈને મોટા ખુંટવડા જવાનું હતું. કુંભણનો સીમાડો છોડ્યા પછી અને ગોરસનો સીમાડો શરુ થાય એવા અડધો કિલો મીટર જેટલા વિસ્તારમાં પગ મૂકતાં જ મન ઠરી ગયું. નીરવ સીમની ચતુઃસીમાને પોતાના મધુર કલરવથી ભરી દેતું પંખીઓનું એ ટોળું હજુ આંખ સામે દેખાય છે. એનો મીઠો અવાજ અત્યારે પણ કાનમાં ગૂંજી રહ્યો છે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org