________________
૧૮૨
લૌકિક શબ્દોના લોકોત્તર અર્થ
શબ્દકોશની પરંપરા બહુ પુરાણી છે પણ એ શબ્દોના અર્થો તારવવાની પદ્ધતિ નિતનવી ને નિતનિરાળી છે. આમ તો સૈકે-સૈકે શબ્દના અર્થ બદલાતા રહે છે. ક્યારેક પ્રદેશ પ્રમાણે પણ બદલાય છે. એટલે એ શબ્દની પાંખે અર્થના આકાશમાં ઉડ્ડયન શરુ કરો તો કલ્પનાશક્તિ પાછી પડે તેટલા નવા અર્થ ઉઘડી આવે. જેમ કે સ્નાન શબ્દ. ગુજરાતભરમાં જે એ શબ્દનો અર્થ પ્રસિદ્ધ છે તેનાથી સાવ જુદા જ અર્થમાં એ શબ્દ મેવાડમાં પ્રચલિત છે. કોઇ સ્વર્ગવાસી થાય ત્યારે જે કરાય તે ‘સ્નાન’. રોજીંદા ‘સ્નાન’ માટે ‘ઝીલવું’ વપરાય છે.
ભૌતિક જગતમાં પણ મૂળ શબ્દનો પ્રયોગ થાય, પણ અર્થ ! અર્થ તો તદ્દન નિરાળો જ થાય. જેમ કે ‘આની પાસે હમણાં હમણાં બે પૈસા થયા છે, બાકી તો અન્ન અને દાંતને વેર હતું.’ હવે આમાં જે બે પૈસાનો અર્થ છે, તેણે કેટલો વિસ્તાર સાધ્યો છે ! ‘પવાલું પાણી પીવરાવવું છે, નો અર્થ પાંચ પકવાન સાથેનો જમણવાર થાય છે’. સંસ્કૃતમાં વિજળી શબ્દના કોશગત અર્થથી જુદો જ અર્થ રાજકારણમાં થાય છે. એ પ્રમાણે સંસારની ખૂબ જ દુ:ખદાયિની ઘટનાનો અર્થ જુદો જ થાય છે. પત્નીના અવસાનથી શોકગ્રસ્ત થવાને બદલે ‘ભલું થયું ભાંગી જંજાળ સુખે ભજશું શ્રીગોપાળ' એ પ્રસિદ્ધ પંક્તિ જુદા જ અર્થને આપે છે. એ જ રીતે આજે અઢાર વર્ષના મહેમાનને વળાવવા ગયો હતો તેથી આવવામાં વિલંબ થયો છે.' આ વાક્ય દ્વારા પોતાના અઢાર વર્ષના દીકરાના અવસાનની વાત કહેવાય છે. આ બધી વાતો લૌકિક અર્થાન્તરની થઇ.
હવે આપણે લૌકિક શબ્દના લોકોત્તર અર્થના પ્રદેશમાં જઇએ. સુખ-દુઃખ શબ્દ લૌકિકમાં તો ભૌતિકની સીમામાં જ બદ્ધ છે, પણ તે જ્યારે ચોક્કસ વ્યક્તિ અમુક પ્રકારના દુઃખના દરિયાની વચ્ચે હોય ત્યારે એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org