________________
એ અઘરું છે. બાકી ચાર યોગમાં -ક્રિયા-તપ-ભક્તિ યોગમાં નિર્ણયના તકક્કે મનોયોગ હોય તો એટલું બસ થઈ રહે છે; પછી સતત એની જરૂર પડતી નથી. સામાયિક લીધું, લેવાઈ ગયું. બસ, પછી મનને રખડવાની સંપૂર્ણ સગવડ મળી ગઈ! આયંબિલ કર્યું, રસેન્દ્રિયના સંયમનો પ્રશ્ન આવ્યો, સ્વીકાર્યો. પણ મન? એને તો વિહરવાની છૂટ છે જ!
જ્યારે જ્ઞાનયોગ શરુ કર્યો, “ગાથા” કંઠસ્થ કરવાનું શરૂ કરવા માટે મનને તેમાં સતત પરોવાયેલું રાખવું પડે. મનની હાજરી વિના ગાથા કરવા બેઠા તો, સાપડો અને ચોપડી સામે રહી જશે; ગાથા કંઠસ્થ થયા વિનાની ગ્રંથસ્થ જ રહેશે! મન પરોવાયું હશે તો જ દશ-બાર મિનિટમાં એક “ગાથા કંઠસ્થ થશે. આમ, જ્ઞાનની સાધનામાં, મનોયોગની હાજરી સતત જરૂરી બને છે. આ દષ્ટિએ જ્ઞાનયોગ મુશ્કેલ છે. તેમાં પ્રવૃત્તિ કરનારા ઓછા મળે છે.
જ્ઞાનયોગમાં ક્ષણે-ક્ષણે નિર્જરા કહી છે તે આ દષ્ટિએ કહી હશે. જ્ઞાન એ સીધો આત્માનો ગુણ છે. તેના ઉઘાડ માટે “સ્વાધ્યાય છે, તેમાં મનોયોગ જોઈએ જે જોઈએ જ.
પાણીને બાંધવાનું કામ જેમ ઘડો કરે છે તેમ, મનને બાંધવાનું કામ જ્ઞાન કરે છે. મનની હાજરીથી જ તેનો યોગ સફળતાને વરે. ક્રિયાયોગ-તપોયોગ વગેરે જરૂર સેવીએ પરંતુ એની સફળતા માટેની આધારશિલા તો નિર્મળ મનોયોગ જ છે. મનની નિર્મળતા માટે, સ્થિરતા માટે તો સ્વાધ્યાયને જ મહત્ત્વ આપીએ.
મનોયોગ વિના થતાં ધર્માનુષ્ઠાન કેવાં હોય એ સોય-દોરાના રૂપક દ્વારા સમજાશે. ફાટેલા વસ્ત્રને સાંધવા માટે સોયમાં થોડો દોરો પરોવાયેલો હોય છે. સાંધતાં સાંધતાં દોરો ખૂટે છે અને સોય ચાલતી રહે છે. ખ્યાલ રહેતો નથી. ફક્ત સોય ચાલતી રહે એટલે સાંધવાની વાત તો દૂર રહી, પણ નવાં-નવાં કાણાં પડે! અહીં, જ્ઞાન, દોરાના સ્થાને છે અને સોય, ક્રિયાના સ્થાને છે. કાયાયોગ-વચનયોગનો દોરો છે કે નહીં તે સતત જોતાં રહેવું જોઈએ.
જ્યાં મનોયોગનો દોરો છે ત્યાં વસ્ત્ર જરૂર સંધાઈ જાય છે. આશા છે કે મનના સંશયનું નિરાકરણ થયું હશે. ગળે ઉતર્યું હોય તો બીજાઓને સમજાવજો. ..
૧૮૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org