________________
૧૮૦
જ્ઞાન માર્ગ કઠિન છે, ક્રિયા માર્ગ સહેલો છે
અહીં આપના પ્રવચનમાં રોજ આવતો હતો. આપે જે રીતે જ્ઞાન-માર્ગ પર ભાર મૂક્યો તે પછી લાગ્યું કે જ્ઞાનની ઉપાસના તો કરવી જ જોઈએ અને કરાવવી જોઈએ. અમારા સંઘમાં ગાથા ગોખવા માટેની જાહેરાત કરી, તેમાં રોજ એક ગાથા કંઠસ્થ ન થાય તો પાંચ રૂપિયા દંડ રૂપે રાખ્યા. ઘણી વ્યક્તિઓએ આ દંડ ભરી દીધો; જાણે કે આ સહેલું લાગ્યું! એમ કેમ? પછી તો દંડ રૂપે એક એક આયંબિલ રાખ્યા તો તે પણ કર્યા પણ ગાથા કરવા માટે તત્પરતા જણાઈ નહીં! આનું કારણ શું છે ?
ઉત્તર પ્રશ્ન બહુ મહત્ત્વનો છે. શ્રી સંઘમાં જ્ઞાનક્ષેત્રે જે ઉપેક્ષા થઈ રહી છે તે જોઈને મને પણ ઘણી અકળામણ થાય છે. બહુ વિચાર કરતાં મને આવું કાંઈક કારણ જણાય છે:
કાયા દ્વારા કે વચન દ્વારા થતી કોઈ પણ ક્રિયાની સફળતાનો આધાર, તે ક્રિયામાં મન પરોવાય તેના ઉપર છે. આ સહુનો અનુભવ છે. સામાન્ય રીતે બધા જ કાળમાં અને વિશેષ વર્તમાનકાળમાં, શ્રી સંઘમાં તમે જણાવો છો તેમ, જે પાંચ યોગમાં પ્રવૃત્તિ ચાલે છે તેમાં ચાર યોગમાં બહુ બધા જીવ જોડાય છે, જોડાયેલા જોવા મળે છે. એક યોગમાં, પ્રમાણમાં ઓછા જોડાતા જોવા મળે છે. આનું કારણ શું? તમે આ જ જાણવા માંગો છો ને? આ વાત થોડી વિગતે જોઈએ.
સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા સહુમાં, તપોયોગ, ક્રિયાયોગ, દાનયોગ, ભક્તિયોગ -આ ચારેય માં ખૂબ ખૂબ પ્રવૃત્તિઓ ચાલે છે. થોડી પ્રેરણા મળી, થોડું આલંબન મળ્યું, યોગ્ય વાતાવરણ મળ્યું કે સંખ્યાબંધ ભાવિકો આમાં જોડાઈ જશે. ઓછી મહેનતે આ બધામાં તેમની પ્રવૃત્તિ પૂરબહારમાં ચાલે છે. જ્યારે, જ્ઞાનયોગમાં જોડાયેલા રોજ નવી-નવી ગાથા કંઠસ્થ કરવા માટે બહુ ઓછા જોડાય છે. એમાં મનોયોગની સતત હાજરી જરૂરી છે.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org