________________
દુઃખઅને ‘સુખ’ શબ્દને જુદા જ અર્થમાં વાપરે ત્યારે કેવી રીતે જાણી શકાય કે શબ્દના મૂળ અર્થને ગોપવીને આ નવા જ અને સામા છેડાના અર્થને પ્રકટ કરે છે ! જેમ કે મયણાંને ગળતાં કોઢના રોગીને પતિ તરીકે સ્વીકારતાં દુઃખ ન લાગ્યું પણ જ્યારે પતિએ કહ્યું કે, ‘સુન્દરી, હજી યે વિમાસીએ !” ત્યારે મયણાંને એ વચન કારમા લાગ્યા અને કહ્યું કે ઇણ વચને જીવ જાય” આ દુઃખ આકરું લાગ્યું. - અહીં સુખ-દુઃખની વ્યાખ્યા જ જૂજવા રૂપે આપણી સામે આવે છે. જો કે તેમાં પરિસ્થિતિને મૂલવવાની, જોવાની નજર જ કારણભૂત છે. એવી જ વાત ચંદનાની છે. મૂલા શેઠાણી જેને ચંદનાના જીવનને દુનિયાના નકશામાંથી ભૂંસી નાખવા સુધીના પ્રયત્ન કર્યા હતા, તે મૂલાને પોતાની માતા ગણવા સુધી ચંદના જાય છે. આ દુઃખ અને દુઃખ દેનારી પ્રત્યે કયા શબ્દોને પોતે વાપરે છે! “મૂલા અમારી માય.’ આમાં શબ્દોના અર્થ બદલાયા જણાય છે. આમ જોતાં - શબ્દો લૌકિક જ હોય છે પણ તેના અર્થ લોકોત્તર થાય છે. કારણ એવું લાગે છે કે તે વ્યક્તિઓ લોકોત્તર પર્વતની એ ઊંચાઈને સ્પર્યા હોય છે. તેમની પરિસ્થિતિ જુદી નિર્માયેલી હોય છે.
QI[ MI ગ્રન્થ રે
૧૮૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary orde