________________
પ્રસન્ન મન કલ્પવૃક્ષ છે. જ્યારે મન પ્રસન્નતાથી ભર્યું ભર્યું હોય, ત્યારે બધાં દુઃખ સહેવા જેવા લાગે છે. સુખ બેંચવા લાયક લાગે છે. આ આપણા સહુનો અનુભવ છે. પ્રશ્ન એ છે કે મન પ્રસન્ન ક્યારે હોય છે? જવાબ હાજર છેઃ ક્રોધ માન વગેરે વૃત્તિઓ મંદ અને મંદતર હોય ત્યારે મનમાં પ્રસન્નતાની સહજ લહર ઉઠતી રહે છે. મનની પ્રસન્નતાની આવી સહજ લહર ઘણીવાર વિલાઈ જતી હોય છે ! એ લહરને મીટાવનારા વિચારો બહારથી આવતા હોય છે, તેમ અંદરના ઊંડાણમાંથી પણ આવતા હોય છે. આવે વખતે તેને પરાસ્ત કરનારા વિચારોની મોટી ફોજ ખડી કરી દેવાની જરુર છે. સાથે સાથે આપણામાં વિવેકનો દીવડો એવો ઝળહળતો રહેવો જોઈએ કે જેથી તેને ઉજાસમાં સ્પષ્ટ દેખાય કે આ જે વિચાર આવ્યા તે મારી પ્રસન્નતાને હણનારા છે. વિવેકના સહારે એવાવિચારોથી મનને દૂર રાખો જેથી મન એ વિચારોને તાબે થઈ અકાર્ય કરવા પ્રેરાય.
ઘોર યુદ્ધમંડાયું હતું. ભાઈ ભાઈ વચ્ચે આ જંગહતો! મોટાભાઈ ભરતે જ્યારે ચક્રરત્ન મૂક્યું ત્યારે બાહુબલીજીનો અહં ઘવાયો. અંદરથી હુંકાર ઊઠ્યો: એમ! મારા પર ચક્ર મૂક્યું? હું ક્યાં કમ છું. ભરતને ભોંયભેગો કરવા માટે મારી એક મુઠ્ઠી બસ છે! માનની વૃત્તિ જાગી, તેણે ક્રોધને જગાડ્યો. માન-ક્રોધે મળીને સૌ પ્રથમ મનની પ્રસન્નતાને હણી. અકાર્ય કરવા પ્રેર્યો. મુકી વાળેલો હાથ ઉગામ્યો. જેવો હાથ ઉગામાયો કે વિવેકના દીવાના અજવાળાએ અકાર્યની જાણ કરી. ક્રોધભર્યાવિચારમાં હવે સવળોવિચાર ઉઠ્યો “પિતાસમા મુજબાંધવ ઉપર કરુંશું આ અત્યારે.” માનપ્રેરિત અને ક્રોધજનિત હિંસકવિચાર વિરમી ગયો! પરંતુ ખેંચેલી સમશેર ખાલી મ્યાન ન થાય, તેમ આવી મુષ્ટિ પણ અમોઘ હોય છે, તે ખાલી શું જાય? ગુસ્સો જુસ્સામાં પલટાયો. એ મુષ્ટિ માથા પર ફરી વળી. માથાના વાળનો લોચ કરી બાહુબલીજી મુનિ બની રહ્યા. દ્વેષભાવને તો ક્યારનોયદેશવટો દઈ દીધો હતો! પ્રતિપક્ષવિચારણા કરવાથી પ્રસન્નતાનોછોડ પાંગરે છે,વિકસે છે. કરમાતો નથી. જે ક્ષણે ક્રોધ-માન એવી વૃત્તિથી પ્રસન્નતા હણાવા લાગે તે જ ક્ષણે એના પ્રતિપક્ષી વિચારની વાડ રચી દેવી જેથી -
૨૯ પ્રસન્નતાના છોડનું રક્ષણ થઈ રહે! .
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org