________________
TESTON Meruem //R
૨૬૦
e are ofTom
મારા પ્રભુજી પહેલા, પછી હું
જામનગરનું દેરાસર
વાત જામનગરની છે. સ્થળ ચાંદી બજાર. જમનાદાસ મોનજીનું ઘર. સાંજના સાત વાગ્યાની વાત. ચોમાસાના દિવસો હતા. આકાશ ઘેરાયેલું હતું. રસ્તામાં આમ તો અંધારું હતું પણ મનની અંદર અજવાળું હતું.
Jain Education International
સાંજનું વાળુ કરીને પતિ-પત્ની હિંડોળે બેઠાં હતા. સામે પાડોશી મિત્ર પણ બેઠાં હતા. સરખા વિચારવાળા અને સરખી સમૃદ્ધિવાળા હતા. સામાન્ય વાતચીત ચાલતી હતી. એવામાં મુંબઈથી ફરી ફોન આવ્યો. મુનીમે લીધો અને વાત કરી. સમાચાર સારા હતા. કમાણી હતી એમાં ઉછાળો આવ્યો, ન ધારેલી રકમ આવશે. શેઠની મુંબઈની પેઢીની આવક ઉપર જ આધાર હતો અને વેપાર એવો જામેલો હતો કે આવક એટલો નફો હતો !
For Private & Personal Use Only
www.jainelibrary.org