________________
આંબાના વન જેવા થજો
શ્વેતામ્બી નગરી. વન-વનોથી ઘેરાયેલી નગરી. નગરીનો રાજા પ્રદેશી. જીવદળ ઉત્તમ. પણ ગમે તે કારણે તે નાસ્તિક-શિરોમણિ બની ગયા હતા ! પરમઆસ્તિક થવાના હતા તે માટે તો નહીં બન્યા હોય ને!
શ્રીકેશી ગણધર મહારાજ સામે ચાલીને ગયા અને તેમને બૂઝવ્યા. પ્રતિબોધ પમાડ્યો. રાજાએ આત્મતત્ત્વનો હૃદયથી સ્વીકાર કર્યો. તે પછી પોતાના પાપથી મનમાં ફફડાટ વ્યાપ્યો! પાપથી બચવા “આલોચના' લીધી. છઠને પારણે છઠ્ઠની તપસ્યા શરૂ કરી દીધી. રાજા પ્રદેશને ધર્મ સન્મુખ કરવાના હતા તે કાર્ય સારી રીતે સંપન્ન થયું એટલે તેઓશ્રીએ વિહાર કર્યો.
નિયતવાણ: શ્રમUTI: (સાધુઓ નિયતવાસી નથી હોતા) રાજા પ્રદેશી વળાવવા ગયા. નગરની હદ પૂરી થઈ એટલે પ્રદેશીએ હિતશિક્ષાના બે બોલની માગણી કરી. વગડામાં ઊભા-ઊભા જ શ્રીકેશી ગણધર મહારાજે ફરમાવ્યું:
આ આંબાના વન જેવા થજો પણ આ સામે દેખાય છે તેવા કંથેરીનાં ઝાડ જેવા ન થતા. વળી એકવાર સારા બનીએ; પછી ખરાબ ન થતા.” पुव्वं रमणिज्ज भूआ, पच्छा अरमणिज्ज मा भूआ। જગ તો આલંબનથી ભરેલો છે. પડતાંના ય ઉદાહરણો છે ને ચડતાંના ય ઉદાહરણો છે.
ઊંચાં આલંબનો લેવાં. સુપથમાં સત્ સંચરવું” જે જોઈએ તે મળશે. જેવા થવું હોય તેવા દાખલા લેવા. સારા બની જવું સહેલું છે. સારા બની રહેવું અઘરું છે. આપણે સારા બનીને સારા રહેવા જન્મ્યા છીએ.
શ્રીકેશી ગણધરની વાણી રાજા પ્રદેશના મનમાં છવાઈ ગઈ; દીવાદાંડી બની રહી. મનનું નાવ જેવું ખરાબે ચડવા જાય તેવું દીવાદાંડીના સહારે વળી માર્ગે આવી જાય. પ્રભુ-વાણી તો દ્વિીપ સમાન છે. બરાબર પકડી, એના પર ચડી જઈએ તો બેડો પાર’ છે.
૨૫૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org