________________
(ઉપજાતિ) સાહિત્ય સંગીત કલા વિષે મેં ધરી રુચિ, કિન્તુ ન સિદ્ધિ આવી. ગાઉં ન હું કારણ માત્ર તેનું આવે દયા કે સૂણનાર કાનની કર્યું હતું એક જ વેળ જીવને અપૂર્વ મે નૃત્ય વિના પ્રયાસે. હું એકદા માર્ગ પર નિરાંતે, ઉઘાડપાદે ફરતો હતો ત્યાં અર્ધી બળેલી બીડી કોક મૂર્ખ ફેંકી હતી તે પર પાદ મૂક્યો. અને પછી નૃત્ય કરી ઉક્યો છે તેવું હજી નૃત્ય કર્યું ન કોઈએ! સાહિત્યની કંટકવાડ ભેદવા કરે ગ્રહી કાતર કાવ્ય કેરી, પાડી છડું નાનકું એક ત્યાં હું બૂણો ઊભો; કાતર ફેંકી દીધી !
હવે પછીના છેલ્લા ચાર પદ્ય જેમાં બે અનુષુપ છે અને બે શાર્દૂલવિક્રીડિત છંદમાં વેદાન્ત દર્શનની દષ્ટિએ એક તત્ત્વજ્ઞાનીની રીતે ફિલોસોફી રજૂ કરી છે.
ભલે મારો દેહ દાતણ જેવો દૂબળો પાતળો છે, મન માંકડાં જેવું છે, પણ આત્મા! આત્મા તો બ્રહ્માંડ જેવો મોટો છે.
આ બ્રહ્માંડમાં જે કાંઈ થાય છે, દેખાય છે, સંભળાય છે તે બધું મારા થકી જ થાય છે. અનેકરૂપ ધારણ કરીને માયામથી આ સમગ્ર સૃષ્ટિને હું જ ખીલવું છું. હું જ ચૈતન્ય ચૂડામણિ છું. દિશા અને કાળના દડા વડે આ જગમાં ખેલ ખેલી રહ્યો છું.
આ અભેદ દર્શનને આગળ લંબાવતા કહે છે કે આમ્રકુંજમાં કોયલ જે રીતે મીઠું પૂજન કરે છે તે કલરવ પણ મારો છે અને આવેલી મીઠી નિદ્રાનો ભંગ કરનારા કૂતરાનું ભસવું તે પણ ક્રિયા મારી છે.
આ સુવર્ણચન્દ્રક જે અપાય છે તે આપનારો પણ હું છું અને લેનાર પણ હું જ છું. હે મિત્ર ! મારાથી કશું જ ભિન્ન-જુદું નથી. જેવી રીતે દોરડામાં સાપની ભ્રમણા થાય છે તેમ મને આ જ્યોતીન્દ્ર દવેમાં મહાજ્યોતિ 813
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org