________________
કોને ખબર મારી મનોવૃત્તિ જ એવી છે કે જે હોય તે ન ઈચ્છે, ન હોય તેની જ માંગ કરે અને કદાચ ૨૧૨ = જે માગ્યું હોય તે મળી જાય તો તે ન ગમે ! આવી વિચિત્ર મનોવૃત્તિ મારી છે.
ઘરમાં હોય ના કાંઈ, સુધા ત્યારે સતાવતી. ભર્યું ભાણું નિહાળીને ભૂખ મારી મરી જતી. વૃત્તિ મારી સદા એવી હોય તે ન ચાહે કદી,
હોય ના તે સદા માંગે, મળે, માંગ્યું ય ના ગમે! આટલે પહોંચ્યા પછી સંગીત-નૃત્ય અને કાવ્ય સાહિત્યની કળા વિષે પોતાની કેફિયત રજૂ કરે છે. પહેલી વાત સંગીતકળાની લે છે. સંગીતકળામાં મેં રસ કેળવ્યો પણ સિદ્ધિ સુધી ન પહોંચ્યો. ગાવાનું મને મન થાય, પણ હું ગાતો નથી કારણ કે મને સાંભળનારનાં કાનની દયા આવે છે કે તેને આ બે સુરું સાંભળીને કષ્ટ થશે. પછી જણાવે છે કેઃ નૃત્ય! નૃત્ય તો મેં એક જ વાર કર્યું છે. આ વાત એવી બની કે ઉઘાડા પગે રસ્તે હું ચાલતો હતો. તે રસ્તા ઉપર કોઈક મૂર્ખ માણસે અરધી બળેલી બીડી એમ જ ફેંકી હતી તેના ઉપર મારો પગ આવ્યો. જેવી એ બળતી બીડી મારા ખુલ્લા પગ નીચે આવી કે તુર્ત હું નાચી ઉઠ્યો. બસ પહેલી અને છેલ્લી વખત એ નૃત્ય કર્યું તે કર્યું અને આવું નૃત્ય હજી સુધી કોઇએ કર્યું નથી જોયું. નૃત્યને વર્ણવવામાં કેવું હાસ્ય પ્રયોજ્યુ.
હવે ત્રીજી વાત સાહિત્યની કરે છે. સાહિત્યના ઘણાં પ્રકાર છે. તેમાં કાવ્ય પ્રકારનો નંબર પહેલો છે. સાહિત્યમાં પ્રવેશવા માટે કાંટાની વાડ ભેદવી પડે તે ભેદીને એટલે કે થોડાં કાવ્ય રચીને જેમ કે નવવરવધૂની શુભકામના નિમિત્તે મંગલાષ્ટક રચ્યા છે, જેમાં દરેક પદ્યમાં છેલ્લે કુર્યાત્ સદા મંગલમ એવું પદ આવે તેવા ગુજરાતીમાં શાર્દૂલવિક્રીડિતમ્ છંદમાં જ્યોતિન્દ્ર દવેએ એકથી વધારે રચ્યા છે. એ રચ્યા, એ રચ્યા બસ પછી કાવ્ય કહેવાય તેવી રચના કરવાનો આ પ્રસંગ ઘણાં વર્ષે આવ્યો. આ ચાર પદ્ય ઉપજાતિ છંદમાં સુંદર છે.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org