________________
રોગને સ્વાસ્થની નિત્યે રણભૂમિ બની રહ્યું.
એવું શરીર આ મારું દવાઓથી ઘડાયેલું! જ્યોતીન્દ્ર શરીરનું વર્ણન કરીને નિશાળમાં વિદ્યા અર્જન કરવા ગયા, ત્યાં તે જમાનાના સૂત્ર સોટી વાગે ચમચમ અને વિદ્યા આવે ધમધમ’ મુજબ તેમને સોટીની વેદના અને વિદ્યા બન્ને સાથે મળ્યા. નિશાળમાં ભણવા માટે મનની એકાગ્રતા જોઈએ પણ, મન તો ચંચળ છે તેથી દેહને તો વિદ્યાલયમાં પૂર્યો, પૂરી શકાય, પણ મન! મન તો બ્રહ્માંડો ભટકી વળ્યું.
હવે વિદ્યા ભણવા માટે પહેલાં પૈસાનો વ્યય કર્યો અને પછી શિક્ષક | અધ્યાપક તરીકે પૈસાને માટે એટલે કે પગાર લેવા પૂર્વક વિદ્યાનું દાન કર્યું. સામાન્ય રીતે બ્રાહ્મણ પરંપરામાં ધર્માર્થે જ વિદ્યાનું દાન થતું હતું.
સોટી ને શિક્ષકો કેરા શાળા માંહે સમાગમે વિઘા ને વેદના બે મેં એક સાથે જ મેળવ્યાં.
મન કેળવવા માટે દેહ વિદ્યાલયે પૂર્યો. મન કિન્તુ રહ્યું ના ત્યાં બ્રહ્માંડો ભટકી વળ્યું! વિધાને પામવા પહેલાં, અર્થનો વ્યય મેં કર્યો
પછીથી અર્થને કાજે વિદ્યાવિક્રય આદર્યો. અભ્યાસની વાત પછી સાહિત્ય સંગીતની વાત કરવી છે પણ તે પહેલાં હાસ્યકાર પોતાની ચિત્તવૃત્તિની વિચિત્રતા વર્ણવે છે. જ્યારે ઘરમાં કાંઈ ન હોય ત્યારે મને ભૂખ લાગતી અને જેમ કેરી પાકે ત્યારે પોપટની ચાંચ પાકે એવી કહેવત છે તે મુજબ ભર્યુ ભાણું મળે તો તે દેખીને મારી ભૂખ મરી જતી.
-
૨૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org