________________
પ્રસંગ આવે છે. શ્રી સંઘમાં આ કથા પ્રસંગ ખૂબ જાણીતો છે. તમે બધાએ એકથી વધારે વાર વાંચ્યો અને વંચાવ્યો હશે. તેની વાત ભાવનાજ્ઞાનનાં સંદર્ભમાં જોઈએ.
ત્રિષષ્ટિ૦ પર્વઃ ૧૦ - શ્લોકાંકઃ૫૬૦ થી આગળ વાત ચાલે છે. ત્યાં ત્રણ મુદ્દા ધ્યાનથી જોવા જેવા છે. હું મૂળ શ્લોક ઉતારું છું. પછી તેનું તારણ વિચારીએ.
तत्रच क्षुत्पिपासातदवस्पृष्टां लतामिव । निगडै र्यन्त्रितामंहूयो नवात्तां करिणीमिव ॥ ॥ ५६५ ॥ परिमुण्डितमुण्डां च भिक्षुकीमिव चन्दनाम् । अश्रुपूरितनेत्राब्जा मीक्षाञ्चक्रे धनवाहः ॥ ॥ ५६६ ॥ युग्मम् षष्ठस्य पारणायामीति कुल्माषाः सन्ति संप्रति । यद्यायात्यतिथिस्तस्मै दत्वा भुजेऽन्यथा न हि ॥ ॥ ५७२ ॥ द्रव्यादिभेदसंशुद्धं ज्ञात्वा पूर्णमभिग्रहम् । तस्यै कुल्माषभिक्षायै स्वामी प्रासारयत् करम् ॥ ॥ ५७८ ॥
અહીં ત્રણ મુદ્દા ભાવનાજ્ઞાનથી આપણે વિચારવાના છે. ૧. પ્રભુ પધાર્યા ત્યારે ચંદનાની આંખમાં આંસુ હતા જ.
૨. ચંદનબાળાને છઠ્ઠ જ થયો છે. ત્રીજે દિવસે તો અડદના બાકળા પ્રભુને વ્હોરાવ્યા છે. પારણું કર્યું છે. ૩. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ એમ ચારે પ્રકારના અભિગ્રહ પૂર્ણ થયા છે તે જાણીને અડદના બાકળા વ્હોરવા પ્રભુએ હાથ પ્રસાર્યો.
હવે સાદી રીતે તો આ શ્લોકો વાંચ્યા પછી, અર્થ કર્યા જ હશે. પણ વર્તમાનમાં જે પ્રચલિત માન્યતા પ્રવર્તે છે તેમાં આ કલિકાલ સર્વજ્ઞ શું લખે છે તે આપણે જોવાનું છે.
પ્રચલિત માન્યતા આ છે ઃ
૧. પ્રભુ મહાવીર પધાર્યા અને ચંદનાની આંખમાં આંસુ ન દીઠાં તેથી પાછા ફર્યા. જ્યારે આમાં એવી કોઈ વાત જ નથી. બલ્કે અહીં તો અક્ષુવૃતિનેત્રજ્ઞા એવું સ્પષ્ટ લખેલું છે.
For Private & Personal Use Only
Jain Education International
શાળા ગ્રન્થ ૨
૧૬૭
www.jainelibrary.org