________________
આ તો એ બાળકી જ જાણે બદલાઈ ગઈ. કેવી રૂડી-રૂપાળી લાગે છે ! પરાણે વહાલી લાગે એવી ખીલી ઊઠી છે. એને માથે-ગાલે હાથ ફેરવી લેવાનું મન થાય એવી સોહે છે! | નિશાળ છૂટી એટલે શિક્ષિકા બહેનને પગે લાગીને એ ઘરે ગઈ. ઘરમાં પ્રવેશતાં જ ઘર જાણે ઝળાં-ઝળાં થવા લાગ્યું. એની મમ્મીએ તો એને ઓળખી જ નહીં. પગથી માથા સુધી દીકરીની સામે જોયા જ કર્યું. વાહ ! વાહ! કોણે આવું સરસ ફ્રોક આપ્યું? દીકરીએ વાત કહી. મેડમે કેવું વહાલ કરી એને નવું ફ્રોક પહેરાવ્યું ! એ જેવી રસોડામાં જવા લાગી કે તરત જ એની મમ્મી બોલી : થોડી વાર થોભ દીકરી! જરા રસોડું સાફ-સુથરું કરી ચોખ્ખું કરું. આવી સારી ચોખ્ખી દીકરીનું ઘર આવું? આમ કેમ ચાલે?
અને મમ્મીને ચાનક ચડી. જોત-જોતામાં તો એણે આખું ઘર ચોખ્ખું-ચણક કરી દીધું. બધી ચીજ-વસ્તુ ઠેકાણે ગોઠવી ઘર શોભે તેવું કરી દીધું. એટલામાં તો એના પપ્પા પણ આવ્યાં. અરે ! આ શું જોઈ રહ્યો છું હું ! ઘર જૂએ ને દીકરીને જૂએ. હૈયામાં હેત ઊભરાયું. દીકરીને ઊંચકી. હાથમાં લેતાં જ પોતાના મેલા હાથ તરફ ધ્યાન ગયું. આવી ચંદન જેવી દીકરીને ઊંચકવા માટેના હાથ પણ ચોખ્ખા હોવા જોઈએ. દીકરીને નીચે મૂકીને તરત હાથ ધોવા દોડી ગયા.
પાડોશીને થયું: આવી ઠંડી-મીઠી સુગંધ ક્યાંથી આવી? આવીને જૂએ તો ઘર-આંગણું બધું જ સ્વચ્છ અને સુઘડ ! ધૂપ-દીપ પ્રગટાવવાનું મન થઈ આવે એવું! પાડોશણને થયું એનું ઘર ચોખ્યું હોય તો મારું પણ કે નહીં ? એણે પણ વાળી-ઝૂડીને ઘર ચોખ્ખું કર્યું. પછી તો આનો ચેપ આખી શેરીમાં લાગ્યો. ઘરઘરમાં જાણે દિવાળી આવી ન હોય! એ નાદ શેરીમાં જ ન રહેતાં બાજુના લત્તામાં અને આખા ગામમાં ફરી વળ્યો. ગામ આદર્શ ગામ બની ગયું. એના સારાં છાંટા બાજુના ગામમાં પણ પડ્યાં. તે ગામ પણ આંખે ઊડીને વળગે એવું રૂપાળું બની ગયું. એક નવા ફ્રોકની કેવી અસર !
WILD IOI ગ્રન્થ ર
૨૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jaineliblar