SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ નવું ફ્રોક ગામ નાનું હતું. ગામમાં નાની નિશાળ. નિશાળમાં બીજા ધોરણનો નાનો ઓરડો. સમય થયો એટલે ઘંટ વાગ્યો. ટ. ટનું.. સાંભળીને નાનાં-નાનાં બાળકો વર્ગમાં ગોઠવાયા. શિક્ષિકા બહેન પણ આવી ગયાં. વર્ગમાં પ્રવેશતાં જ એમણે સ્નેહભરી નજરે બાળકોને જોયાં. એક છેડેથી જોતાં-જોતાં એમની નજર એક બાળકી પર પડી અને અટકી. રોજની જેમ જ આજે પણ મેલું, ફાટેલું અને ટુંકું ફ્રોક પહેરીને એ બાળકી આવી હતી. રોજની જેમ આજે પણ શિક્ષિકા બહેન બોલ્યાં કેમ આવું મેલું દાટ ફ્રોક પહેરીને આવી છે? તારી મમ્મીને કહેજે, કાલે આવું ફ્રોક પહેરીને આવી છે તો વર્ગમાં પેસવા જ નહીં દઉં! છોકરી બિચારી આવા કડવા વેણ સાંભળી, નીમાણા મોઢે હીબકાં ભરી-ભરીને રોઈ પડી. આંખમાંથી દડ-દડ આંસુ વહેવા લાગ્યા. એની પાસે આંસુ લુછવા રૂમાલ કે કોરું કપડું પણ ન મળે! જેમ તેમ દિવસભર નિશાળમાં રહી અને વીલે મોઢે ઘેર ગઈ. મમ્મીની પાસે ફરી રોઈ પડી. બધી વાત કહી. મમ્મી પણ બિચારી શું કહે? બીજે દિવસે સમય થયો. આ નાની નિર્દોષ બાળકી પણ નિશાળે ગઈ. એ જ મેલું ફોક. બીજા બાળકો પણ પોત-પોતાની જગ્યાએ ગોઠવાયા. શિક્ષિકા બહેને એક પછી એક બાળકો ઉપર નેહ નીતરતી દષ્ટિનું પીંછું ફેરવ્યું. આ શું બન્યું? એ જ મેલું ફ્રોક પહેરીને આવેલી બાળકી પર નજર ઠેરવી, જરા અવાજ કરી એને પાસે બોલાવી. બધાંને થયું કે હવે આનું આવી બન્યું. પણ બધાની પહોળી નજર વચ્ચે કાંઈ જુદું જ બન્યું. સ્ટેજ બાજુ પર લઈ જઈ એ બાળકીને દીકરી જેવું વહાલ કરી, એનું જૂનું ફ્રોક ઊતરાવીને નવું નકોર ફ્રોક પહેરાવી દીધું! એનાં વાળ સરખાં કરી એની જગ્યાએ બેસાડી આવ્યાં. નવા ફ્રોકમાં તો એ બાળકી એવી શોભી ઊઠી કે વર્ગના બધાં જ એને ટીકી-ટીકીને જોવા લાગ્યા, જાણે ધરાતા જ ન હતા ! એને જૂએ અને વળી એક-બીજા સામે જૂએ! અરે ભાઈ! આ એ જ બાળકી છે. શું બદલાયું? અરે ! શું વાત કરો છો? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002067
Book TitlePathshala Granth 2
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2007
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Education
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy