________________
૧૩૨
આ છે અણગાર અમારા...
શ્રી નીતિવિજયજી દાદા અને તેમના શિષ્ય શ્રી મણિવિજયજી મહારાજ
ચોમાસાની સાંજ ઊતરતી હતી. ભરૂચના ઉપાશ્રયના મુખ્ય કક્ષમાં દેવોને પણ જોવાનું મન થાય તેવું દશ્ય રચાયું છે. સાંજની ગૌચરીનો સમય થયો છે પરંતુ કોઈને તે યાદ આવતું નથી! અનુપચંદ મલકચંદ આદિ દશેક શ્રાવકો તથા આઠેક શ્રાવિકાઓને પન્નવણા સૂત્રની વાચના આપી રહ્યા છે. સાથે મુનિ શ્રી મણિવિજયજી મહારાજ, શ્રી બાપજી મહારાજ (તે સમયે શ્રી સિદ્ધિ વિજયજી મહારાજ) તથા અન્ય સાધુ
વૃન્દ છે.
વાચના દરમિયાન એક વાત એવી આવી કે તેનું અર્થઘટન ચર્ચાનું રૂપ થઈ પડ્યું. જુદા જુદા ગ્રંથના તે તે સંવાદિ પાઠોની આપ-લે થતી હતી ત્યારે શ્રી અનુપચંદ કહી રહ્યા હતા કે તત્ત્વાર્થાધિગમ ભાષ્યમાં જે અર્થ કર્યો છે તેના આધારે આવો અર્થ થાય છે. શ્રી મણિવિજયજી મહારાજનો મત જુદો પડે છે. તેઓ પોતાના મતના સમર્થનમાં દલીલો કરે છે.
અનુપચંદ અને શ્રી મણિવિજય મહારાજ સિવાય બાકી બધા શ્રોતા છે. મહારાજશ્રીના કથિત અર્થને સ્વીકારવા અનુપચંદ તૈયાર નથી. અનુપચંદના મતને શ્રી મણિવિજયજી મહારાજ સ્વીકારતા નથી. નિર્ણય પર કોઈ પહોંચી શકતું નથી. અંતે અનુપચંદભાઈ એક રસ્તો સુઝાડે છેઃ “આપણાં શ્રી મુનિસુવ્રત સ્વામી ભગવાન જાગૃત છે. તેમના અધિષ્ઠાયક જરૂર નિર્ણય આપશે. બેમાંથી કયો અર્થ સુસંગત છે તેનો નિર્ણય કહેશે. કદાચ દુષ્કર લાગશે તો શ્રી સીમંધર સ્વામી ભગવાનને પૂછીને પણ આપણને સાચો અર્થ કહેશે. તેઓને આપણા સન્મુખ બનાવવા આપણે સામૂહિક અઠ્ઠમ કરીએ, જાપ કરીએ. જરૂર સંતોષકારક નિર્ણય મળશે.
વિચારણા થઈ. સહુ સંમત થયા. અઠ્ઠમનો પ્રારંભ થયો. અનુપચંદભાઈ, તેમના સાતેક સહાધ્યાયીઓ,
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org