________________
અહંકાર ત્યાગ
(૪૨) મારાથી (મારી વાણી અને વર્તનથી) કોઈને પણ અપ્રીતિ થાય તો બીજે દિવસે નીવી કરું. ૧૯ પ્રભુ મહાવીરે પ્રસ્થાપિત કરેલો આ નિયમ છે : ‘આપણાં વાણી-વર્તનથી બીજાને ઠેસ ન વાગવી જોઈએ.’ મુજબ આ નિયમ છે. બહિરંગ તપ-સંયમની સાથે અંતરંગ ધર્મની સાબિતી આના દ્વારા મળે છે. (૪૩) પારકાના અવગુણ બોલવા નહીં, ક્યારેક ભૂલથી પણ બોલાઈ જાય તો બીજા દિવસે શાક-દાળનો ત્યાગ કર્યું. ૨૦
તે
અપ્રીતિની જેમ નિંદા ત્યાગ માટે સ્વયં જાગરુકતાના દર્શન થાય છે. ઘણીવાર બાહ્યતપ ઉત્કૃષ્ટ જોવા મળે પણ સાથે નિંદારસ પણ ટેવવશ જોવા મળે ત્યારે આવો દોષ દૂર કરવા આવા અવલંબન ખપમાં લેવા જોઈએ.
૨૦
(૪૪) કોઈપણ પ્રસંગે ગૃહસ્થ પાસે મારી નિશ્રા લખાવું નહીં. ૩૬
અહંકાર લગભગ ઓગળી ગયો હોય તો જ આ વિચાર જાગે. અહંકારની પ્રબળતા સંયમના ભાવપ્રાણને નિર્જીવ બનાવી દે છે. પછી માત્ર વેષ રહે છે, લઘુતા લાવવા માટે આવા નિયમ ખૂબ જ ઉપકારક નીવડે છે.
Jain Education International
For Private & Personal Use Only
હા ગ્રન્થ ૨
૧૨૧
MIGAMOT
www.jainelibjp so