________________
૨૬૨
જમનાદાસ તો રાજીના રેડ થઈ ગયા : અમારી હા ! બોલો હવે તો તમારા નક્કી ને ! હસુ-હસુ થતાં શ્રાવિકા બોલ્યાં : એ પછી પહેલાં પ્રભુજીના શરુ કરાવો.
વળતે દિવસે સોની આવ્યો. પ્રભુજીની અષ્ટપ્રકારી પૂજાના બધા જ દ્રવ્યો ઉત્તમ ઉત્કૃષ્ટ અને ઊંચામાં ઊંચી જાતના બનાવવાનું નક્કી થયું.
સાવ નક્કર સોનાનાં એ ધૂપીયું, દિવાનું ફાનસ એવા બન્યા કે તેના કાચ સીધાં બેલ્જીયમથી ઑર્ડર અનુસાર આણવામાં આવ્યા. આજે પણ છે. અન્ય ઉપકરણોમાં મોટી સરખી થાળી, સોના વાટકડી, ચામર, પંખો, બધું જ વજનદાર અને નકશીભર્યું તૈયાર થયું. તમે કુતૂહલ ખાતર પણ તેના જોડે સરખાવવા શોધ કરો તો પણ બીજેથી તે જડે કે કેમ ! --તે પ્રશ્ન છે. પ્રભુ માટેના ઉપકરણો થયા તો પ્રભુના વચનો લખવાની કલમ પણ સોનાની જ બનાવાઈ.
આટલા વર્ષે પણ એ બધી વસ્તુઓમાંથી ભક્તિની સુરાવલીની સરગમ સંભળાય છે !
એ દંપતિ તો આ નશ્વર દેહ છોડી ગયા પરંતુ આવા ને આવા, કાળનો કાટ ન લાગે એવા કામ કરવા આનાથી પણ વધારે સારા સ્થાને ગયા અને આ ઉપકરણો એવા જ બોધને વિસ્તારતા-પ્રસારતા રહ્યા છે.
બહેનના દાગીનાનું શું થયું તેની તો ખબર નથી. નિર્મળ જળનો ધોધ રણની રેતમાં ભળે, સૂકાય અને જરા વારમાં તો વિલાઈ જાય. ભીની સ્લેટને તાપમાં રાખતાં તેની ભીનાશ પળવારમાં વરળ થઈ ઉડી જાય
એવું જ આ બધા વૈભવનું છે. પણ એ પાણીના બુંદને પ્રભુ-ભક્તિના સમુદ્રમાં ભેળવ્યું તો તે અક્ષય-અભંગ બની જાય છે અને એ સમજાવી દે છે કે --
પહેલાં પ્રભુજી, પછી હું.
ગંદકીના ગાડવા જેવા આ દેહને સોનાથી શણગારીશું તો પણ તે પવિત્ર થવાનો નથી; જ્યારે પ્રભુ વધુ ને વધુ સોહામણાં લાગશે. પ્રભુની ભક્તિમાં અનેરો ઉછળતો ઉછરંગ આવશે. અને તે જ તો સાથે આવનાર છે. સદાય સાથ આપનાર છે. હોં'કારો એ આપશે. માટે તેના તરફ વળીએ. .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org