________________
૭૪
શ્રી સીમંધર સ્વામી છવાઈ ગયા તેથી શ્રી સીમંધર સ્વામી ભગવાનનું દેરાસર બનાવવાનો મનોરથ કર્યો.
દેવતાનું પુણ્ય મનુષ્ય કરતાં તો ઘણું વધારે હોય છે. છતાં તેઓએ દેરાસરના બધાં જ કાર્ય મનુષ્યોના દ્વારા જ કરાવ્યા. હા, તેમાં જે દ્રવ્યની જરૂર પડે તેટલો પૈસો બધી જ વાર વહીવટદારને આપોઆપ મળી રહેતો. પસ્તાળીસ ઈચના અતિભવ્ય પ્રતિમાજી પણ જયપુરના એક ભાવવાહી કારીગર પાસે માત્ર અઢાર દિવસમાં ઘડાવાયા. આ પ્રભુના અંજન- પ્રતિષ્ઠા આપણાં શ્રીસંઘમાં જે સૂરિજી મહારાજ ખૂબ સરળ અને નિઃસ્પૃહિ હતા તેઓના હાથે જ કરાવવામાં આવ્યા. નામ તક્તી ક્યાંય નહીં મૂકાય એ વાતને વળગી રહ્યા.
દેરાસર, પ્રભુજી અને તેમની પૂજાના દ્રવ્યો માટે એક પણ પૈસો કોઇને ય ક્યારે ય આપવાનો નહીં, ભંડાર રાખવાનો નહીં, પહોંચ / રસીદનું નામ નહીં. વિ.સં. ૨૦૬૦ ચૈત્ર મહિનામાં પ્રતિષ્ઠાનું મુહૂર્ત પણ એ જ દેવે આપ્યું હતું...
પ્રભુની પ્રતિષ્ઠાના પ્રસંગે આ દેવે બીજા મહાઋદ્ધિવંત સાતસો દેવોને આગ્રહ કરી કરીને આમંત્રિત કર્યા હતા. ગામ આખું ચોખ્ખું ચણક બન્યું છે. દેવોને હેજ પણ અશુચિ ગમતી નથી. બધાં જ રસ્તા સ્વચ્છ સોહતા હતા. પાણી છાંટીને બધી ધૂળ-રજને શાંત કરવામાં આવી હતી.
ઘણાં ઉત્તમ પુણ્યવંત દેવ-દેવીઓ પધાર્યા હતા. પ્રભુજીના બિંબમાં જ્યારે તીર્થકરત્વનું આરોપણ થયું અને પ્રતિષ્ઠા થઈ તે ક્ષણે જ એક અપાર્થિવ તેજલીસોટો પ્રભુ પ્રતિષ્ઠાની થાળી વાગી ત્યારે સર્વ ઉપસ્થિતોની વચ્ચે પ્રભુજીની અંદર સંક્રાંત થતો સર્વએ જોયો અને પ્રભુજીના મુખ ઉપર તેજ ઝલકવા લાગ્યું.
અત્યારે પણ પ્રભુજી સાતિશય હોય તેમ લાગે છે. આ વર્તમાન કાળમાં પણ સમ્યક્ દષ્ટિ દેવો દ્વારા દેરાસરનું નિર્માણ થાય છે, એ સમાચાર જ આપણા માટે અત્યંત આનંદદાયક નહીં પણ રોમાંચક છે. - સિંહદેવે બનાવેલું શ્રી શાંતિનાથ પ્રભુનું ચેત્ય એ ઇતિહાસ છે જ્યારે આ કાંતિબાપા (મેઘનાથ દેવ) દ્વારા શ્રી સીમંધર સ્વામી ભગવાનનું દેરાસર નિર્માણ પામ્યું તે સમાચાર છે. .
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org