SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ પુરુષાર્થના આ અશ્વ પર થઈ જ સવાર તું. નસીબ પર ન રાખ હવે કંઈ ઉધાર તું. એ આવશે નહીં છતાં ખેલી જુગાર તું, બસ પ્રેમથી પુકાર હજી એકવાર તું. તારા નયનના દામની મૂકી તો જો રકમ, પછી કહે ગરીબ છે કે માલદાર તું. અભેદથી નિહાળ ચડી આસમાન પર, બંદો ય તું જ છે અને પરવરદિગાર પણ તું. એવું પણ બને કે તમે મહાન બનવાના જે મનસૂબા કર્યા તેની સફળતા માટેના પ્રામાણિક પ્રયત્ન પણ કર્યા છતાં તમે મહાન બની શક્યા નહીં. સાચું તો એ છે કે તમે પ્રયત્ન કર્યા તે જ તમારી વિશેષતા. બાકી તો પૈસા ઉછીના લીધા પહેલાં વ્યાજ ભરનારા ઘણાં છે. ઘટનાનું પરિણામ આવે તે પહેલાં જ નિરાશાવાદી માનસ ધરાવનાર માણસ પોતાના પરિણામ વિષે હીણું માની લેનારની યાદીમાં આપણે આપણું નામ લખાવવું નથી. આવી નિરાશા ધરાવનાર નિરુદ્યમી જ હોવાના. નિરુદ્યમી માટે નિંદા કરવાનું કાર્ય સહેલું હોય છે. અને તેના જીવનની વાત બીજો કોઈ કરે ત્યારે નસીબની ખીંટીએ જ પોતાના વર્તમાનની જવાબદારી વળગાડે છે, અને જાણે અજાણે પણ સફળતાને વરેલાના દોષને વીણી વીણીને એન્લાર્જ કરતો રહે છે. આ જ એન્લાર્જમેન્ટ પોતાના જીવનની સફળતાના માર્ગે પથ્થર બનીને પડી રહે છે. જે કોઈ સારી સ્થિતિને પામ્યા છે તેમને જોઈને રાજી થનાર જ કોઈક દિવસ પોતે પણ આવી સારી સ્થિતિને પામશે. તેથી, બીજાની સફળતાને જોઈને, “મારું પુણ્ય હશે, હું પુરુષાર્થ કરીશ તો હું પણ આવી સ્થિતિને જરૂર પામીશ’ આવા વિચાર કરવાથી નિંદા કરવાના ખાડામાં પડવાની નુકશાનીથી તે ઉગરી જાય છે અને પોતાના ઉજ્જવળ ભાવિનું નિમાર્ણ કરે છે. સારું જોઈને રાજી જ થવું. નબળું જોઈને તેને વાગોળવું નહીં. ભાગ્ય ખીલવવાનો આ જ રસ્તો છે; રાજમાર્ગ છે. સફળતા તમારી રાહ જુએ છે. વરમાળા લઈને ઊભી છે. આત્મવિશ્વાસથી હર્યા ભર્યા તમે તે માટે તૈયાર થઈ જાવ. | કથા ૬૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org / I
SR No.002067
Book TitlePathshala Granth 2
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2007
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Education
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy