SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ વિચાર કરી શકતી હોય એવી વ્યક્તિઓએ કોઈવાર કાગળ અને પેન્સીલ લઈને બેસવું જોઈએ, નોંધ કરવી જોઈએ ઃ સવારે જાગ્યા ત્યારથી સાંજ સુધી કે રાત્રે સૂતાં ત્યાં સુધી કોની-કોની સેવા લીધી, સહાય લીધી, સહકાર લીધો... અને એની સામે એ પણ નોંધવું જોઈએ કે એ સમયમાં કોને-કોને સેવા આપી, કોને સહાય આપી, કોને સહકાર આપ્યો... આમ આ રીતે બન્ને બાજુનાં લેખાં-જોખાં કરવાથી ખ્યાલઆવશે કે આપણે દેવા કરતાં દેવું કરવામાં (આપવા કરતાં લેવામાં) વધુ હોંશીલા હોઈએ છીએ ! રોજ રાત્રે નિદ્રાધીન થતાં પહેલાં ક્ષણ-બે-ક્ષણ વિચાર કરવો જોઈએ કે આજે આપણે કોઈના પર ઉપકારનું કામ કર્યું છે ? આપણી વૃત્તિ જો સવળી હોય તો પરોપકાર કરવાની ઘણી બધી તકો આપણી આસપાસ આપણી રાહ જોતી ફરતી હોય, તેને ઝડપી લઈએ એટલી આપણી સાર્થકતા ! કોઈ ઘરડા માજીને રસ્તો ઓળંગવામાં મદદ કરી શકાય. આપણી નજર પડે કે તુર્ત માજીનો હાથ, હાથમાં લઈ સ્મિતભેર એમને રસ્તાની પેલે પાર મૂકી દઈએ. માજીના હૈયાનાં મીઠાં બે વેણ વળતર રૂપે મળે જે આપણી મૂડી બની જાય ! સ્કુટર પર માર-માર જતાં હોઈએ અને રસ્તા પર કોઈ વિદ્યાર્થી મોં વકાસીને ઊભેલો દેખાય.. પરીક્ષા આપવા જતાં એની સાઇકલની ચેઈન ઉતરી ગઈ હોય; પાછળ કેરિયર પર મૂકેલા કંપાસ-ચોપડી-નોટબુક બધું પડી ગયું સાથે એનું મોં પણ પડી ગયું ! તમે આ જોયું. વહારે દોડી ગયા. બધું ઠીકઠાક કરી દીધું. ચેઈન ચડાવી દઈ સાઇકલ ઠીક કરી દીધી. ખભે હાથ મૂકી કહ્યું : આજે પરીક્ષા લાગે છે. રડમસ ચહેરે બોલે છે : હા, પણ મોડું થશે. ટીચર ક્લાસની બહાર ઊભો રાખશે. તમે એને હિંમત આપી કહો ઃ હમણાં પહોંચી જવાશે. તું તાર મારું નામ આપજે...બસ, આટલું જ કરો. જોજો, એના ચહેરા પર કેવું સ્મિત ફરકે છે ! : પેલા પરસેવે રેબઝેબ થતાં અભણ લારીવાળાને તમે સરનામું ગોતી આપ્યું ! જરા હાથ લાંબો કરી બતાવ્યું અને તેનું કામ થઈ ગયું ! તમારે ક્યાંય હાથ લાંબો કરવો ન પડે એવા આશીર્વાદ, એનું હૈયું ઉચ્ચારે છે ! રૂપિયા-આના-પાઈમાં ન આંકી શકાય તેવો લાભ ! આ જેવો તેવો નફો છે ? કરવાં છે ને આવાં કામ ? – Jain Education International For Private & Personal Use Only ૧૯ www.jainelibrary.org
SR No.002067
Book TitlePathshala Granth 2
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2007
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Education
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy