________________
WORICAL
२०८
e are offe
આ તો જ્યોતીન્દ્ર ! જન્મજાત હાસ્યકાર ! નખશીખ હાસ્યકાર ! એમ કાંઈ સીધેસીધો પરિચય આપે ? જવાબ તો વાળ્યો; ગુજરાત સાહિત્ય સભાનો અનાદર પણ શેં કરાય ?
હાસ્યકારે આત્મ પરિચય કાવ્યના સ્વરૂપમાં લખ્યો ! પચીસ કડીનું પરિચયાત્મક કાવ્ય લાજવાબ બન્યું ! ગુજરાતી સાહિત્યમાં ચિરકાળ પર્યંત યાદગાર રહેશે.
જાતના પરિચયની વાતને અધ્યાત્મના સંદર્ભમાં વિચારે છે.
જ્યોતીન્દ્ર હાસ્યકાર તો છે જ. સાહિત્યના પણ અચ્છા વિદ્વાન છે અને વેદાંત દર્શનના પણ મર્મજ્ઞ છે.
એમની આ ત્રણેય ખૂબીનો લાભ આ આત્મ પરિચય કાવ્યને મળ્યો છે.
કાવ્યની પ્રસ્તાવના જ જુઓને ! ઉપાડ કેવો સરસ છે ! તમે જાતનો પરિચય પૂછાવ્યો. જાતને કોણ જાણે છે ? તે જે જાણે તે પરિચય આપી શકે. વળી જેણે જાતને જાણી છે તે અન્યને જણાવી શકતો નથી. છતાં મિત્ર પૂછાવે અને જવાબ ન આપવો તે તો ઔચિત્યભંગ કહેવાય. તેથી મિત્રનું માન રાખવા માટે, જાતને જે રીતે જાણું છું તે રીતે જણાવવા મથું છું.
(અનુષ્ટુપ)
તમારી જાતનો આપો તમે જાતે પરિચય’ તમારું વાક્ય એ વાંચી મને આશ્ચર્ય ઉપજે, જાતને જાણી છે કોણે કે હું જાણી શકું, સખે! જાણે જે જાતને તે યે જણાવે નહિ અન્યને. તથાપિ પૂછતા ત્યારે મિત્રનું મન રાખવા; જાણું-ના જાણું હું તો યે મથું ‘જાત જણાવવા’
Jain Education International
}}} (6)
For Private & Personal Use Only
www.jainelibrary.org