________________
અક્ષર-અક્ષરનું કામ જાણે વાચકને પશુતા તરફ લઈ જવાનું હોય તેમ લાગે!
અરે ભાઈ ! માણસ પશુની જાતિમાં રહીને ત્યાંના સંસ્કારોમાં જિંદગી સુધી તરબોળ થઈને આવ્યો છે. એની જીંદગી માત્ર દેહ કેન્દ્રી ભોગ-વિલાસ માટે અને મન હિંસક ભાવોની દ્રષ ભાવનાથી ખદબદતું રાખવા માટે જ હોય તેમ આ મીડિયા તેમાં સહાયક બની રહ્યું છે.
અરે ! મનુષ્યને તો ઊંચે જવાનું છે. જીવનને શીલ-સદાચાર-મૈત્રી-સ્નેહ-પરોપકાર-નીતિ-પ્રમાણિકતા જેવી દૈવી સંપદાથી મઘમઘતું બનાવવાનું છે. દિવ્ય ગુણોથી સજાવવાનું છે. તે અહીં જ થઈ શકે તેવું છે. માણસ
જ્યાં છે ત્યાંથી થોડો-થોડો ઊંચે જાય અને વધુ સારો બને તેવું થવું જોઈએ. એને બદલે, આ દુનિયામાં જે કાંઈ થોડું દુરિત છે; માંડ ૮/૧૦ ટકા જેટલું ખરાબ છે તેને જ ખૂણે-ખાંચરેથી શોધીને ટી. વી.ના સ્ક્રીન પર કે છાપાંના પાનાંઓ પર મૂકવામાં આવે તો એ ટીકી-ટીકીને જોનાર બાળક કેવો ઘડાય? એની આવતી કાલ કેવી થાય? એ જેવું જોશે તેવો તે થશે!હાલરડાંમાં જેવા શબ્દો પીવરાવવામાં આવે તેવા સંતાનનું નિર્માણ થાય!
આપણી ઋષિ પ્રધાન સંસ્કૃતિમાં કેવો જાજરમાન અને ઉજળો ઈતિહાસ ભર્યો પડ્યો છે ! મદાલસા જેવી માતાએ દીકરાને હાલરડામાં કેવા અમૃતનું પાન કરાવ્યું! કેવા-કેવા શૂરવીર, પાણીદાર, પ્રાણના ભોગે પણ પ્રતિજ્ઞાને પાળનારા અને સત્ત્વથી ઊભરાતાં પુરુષો અને વીરાંગના જેવા નારી-રત્નો, આ વસુંધરાને શોભાવનારા થયા છે. નામ રોશન કરીને પ્રાતઃસ્મરણીય બન્યા છે...આ જ પરંપરાનું ધાવણ આપણી વસુધાની રેણુમાં હજી ફોરે છે. એવી ધરતીના જાયાને તમે નટ-નટીના નામ રટાવો છો? તમારે આવતીકાલ કેવી બનાવવી છે?
ભાઈઓ! હવે એ બધું અળખામણું થઈ પડ્યું છે. અણગમતું થયું છે! ના, ના. મારા અન્તરમાંથી આવો જવાબ આવે છે. મનને ધીરજ બંધાવી અઘરી થઈ પડી છે. હદ સે જ્યાદા અધમનો અનુરાગ વધ્યો છે અને અમર્યાદિતપણે ઉત્તમની ઉપેક્ષા થઈ રહી છે. આ લક્ષણો સારાં નથી. કોઠાસૂઝવાળા અને ડાહ્યા કહેવાય એવા પુરુષો કહેતા હોય છે કે આ એંધાણી સારી નથી. જે વાતો, દશ્યો, ઘટનાઓ ઢાંકવા લાયક
પ૭
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org