________________
એક સ્ત્રીના વેણે તાંબુ બને છે સોનું
આખા ઘરમાં આજે એક જ રંગ ચોતરફ રેલાયો છે. આવેલા તમામ સગા- સ્નેહી અને સ્વજનોની જીભમાં જ નહીં આંખમાં પણ માત્ર ભવદેવ જ દેખાય છે સાથેબીજું નામ નાગિલાનું ઉમેરાયું છે. પણ અત્યારે તો આદર્શ દંપતીના નામની જેમ નાગિલા ભવદેવમાં સમાઇ ગઇ છે. એકશેષ થઇ ગઇ છે. તેને શું જોઇએ છીએ ! તે શું કરે છે ! હજી ગઇ કાલે જ લગ્ન થયા છે. ચોળેલી પીઠીની હળદરની સુગંધ વાતાવરણમાં મહેકે છે. ઘર તો એનું એ જ છે પણ કોઇક નવી વ્યક્તિની હાજરીથી એ પણ નવું નવું લાગે છે.
આવેલા સ્વજનોનો ઉમંગ અને ઉમળકો આગિયાની જેમ ચારે બાજુ ઉડાઉડ કરતો દેખાય છે.
ભવદેવ તો કુળ અને દેશના રિવાજ મુજબ બંધ ઓરડામાં નવવધૂ નાગિલાને શણગારી રહ્યા છે. યક્ષકર્દમ કસ્તૂરી ગોરોચન અંબર જેવા સુગંધી દ્રવ્યોના દ્રાવણમાં મોરપીંછીના છેડા વડે નાગિલાના કપોલ પ્રદેશમાં પુષ્પવલ્લરીનું ચિત્રણ ચાલુ હતું. મુખ શોભા તો થઇ રહી હતી પણ એ ફુલવેલી ચિતરતાં ચિતરતાં જ નીચે ચિબુકની વચાળે જે લાલ તલ હતો તે ભવદેવને ખૂબ ગમતો હતો. તેના ફરતે ગોળ વલય રચવાનું મનમાં ગોઠવતા હતા.
ત્યાં બહારના વરંડામાં કોલાહલ વધ્યો. ભવદેવના મોટાભાઇ ભવદત્તમુનિ બહારથી વિહાર કરીને પધાર્યા હતા. સગા-સ્નેહીના હૃદયનો ઉમળકો મુખરિત થઇ ઉઠ્યો. પધારો...પધારો...એવા આવકારના અવાજ ગૂંજવા લાગ્યા. કોક બોલ્યું પણ ખરું, બધા સગાં-સ્વજન આવી ગયા હતા. આ એક બાકી હતા તે પણ આવી ગયા. ચાલો સારું થયું.
પણ ભવદત્તમુનિના કાન આ વાક્ય સાંભળવા ક્યાં તૈયાર હતા ! તેમની આંખો તો આતુર નજરે ભવદેવને
શોધી રહી હતી.
પૂછી જ લીધું. ભવદેવ ક્યાં છે ?
Jain Education International
For Private & Personal Use Only
૧૦૫
www.jainelibrary.org