________________
આ વાક્ય શ્રી ઉત્તરાધ્યયન સૂત્રનું છે. આગમ ગ્રંથોના શબ્દો અર્થથી ઉભરાતા હોય છે.
એ જ ઉત્તરાધ્યયનમાં મનુષ્યભવ વગેરે ચાર ચીજોની દુર્લભતાની વાત કરી છે. ત્યાં શ્રદ્ધાને પરમ દુર્લભ કહી છે. આમાં રહસ્ય છે. માણસ પોતાના જીવન વ્યવહારમાં કોઈ વસ્તુ પોતાની પાસે ન હોય અને જરૂરત હોય ઉછીનું કોઈ પાસેથી લઇને વ્યવહાર સાચવી લે છે. યાવતું પરખશક્તિ, બુદ્ધિ સુદ્ધાં કોઈકની લીધેલી આપણને ખપમાં આવે છે પણ શ્રદ્ધા!
શ્રદ્ધા ક્યારે પણ કોઈની ઉછીની કામ લાગતી નથી, તે તો પોતાની જ હોવી જોઇએ. એ જેટલી હોય તેટલું ફળ મળે. શ્રદ્ધા અંતરંગ બળ છે. સૂકમબળ છે. અંદરની ભોંયમાંથી જ ઉગે છે. ઉગ્યા પછી તેની માવજત કરવાની હોય છે. શ્રદ્ધાને ગૂંગળાવી નાંખનારા છે ભ્રમણા- વહેમ- શંકા- અધૂરી સમજણ. તેનાથી સતત સાવધ રહેવાનું છે.
આપણને શ્રદ્ધાની તાકાતનો પરિચય નથી. જેને પરચાં મળ્યા છે તે ક્યારે પણ ચલિત થતાં નથી અને દુનિયાને અચંબો થાય તેવું તે પામે છે.
તમે નહીં માનો પણ શેત્રુંજી નદીના પાણીથી દીવા પેટાયાના દાખલા આજના છે. જે જગ્યાએથી પાણી લઈને દીવા કર્યા તે વહેતી શેત્રુંજી નદીની જગ્યા અમે જોઈ છે અને પ્રગટેલા દીવાના જે સાક્ષી હતા તે જેઠા ભરવાડે એ પાણીની સાક્ષીએ અમને આ સમાચાર આપ્યા હતા. એ શું હશે ! એ પ્રશ્નનો ઉત્તર એટલે જ શ્રદ્ધા.
આ શ્રદ્ધા દુર્લભ છે, તેવું કહેતાં સંતોષ નથી થતો માટે પરમ દુર્લભ કહી છે. આ પરમ દુર્લભ શ્રદ્ધા આપણને મળો. 1
૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org