________________
નામ લેતાં બેઠાં હતા. સિપાઈ અંદર પ્રવેશ્યો. દોઢડાહ્યા વાણોતરની જેમ હુકમ કર્યો, અબે બુઢીયા, થોડા પાણી દે !” આખે અખમ વૃદ્ધ માજીએ ઊંચે જોયા વિના ‘ના’ કહી. સિપાઈના શબ્દમાંની તુચ્છતાએ આ કામ કર્યું ! સિપાઈ પાછો ફર્યો. પછી એ જ પ્રમાણે દિવાન અને મંત્રી પણ પાણી માગવા ગયા અને પાણી વિના પાછા આવ્યા!
હવે છેલ્લે રાજા સ્વયં ગયા. હળવા પગે ઝૂંપડીમાં પ્રવેશ્યા. માજીને જોઈ બોલ્યા, ‘માડી, કેવું રહે છે. તબિયત સારી છે ને ! થોડું પાણી પીવું છે, મળશે ! માજી મુલાયમ સ્વરે બોલ્યા, ‘કોણ તમે રાજા છો!’ રાજા કહે, ‘મા, તમારો તો દીકરો !' માજીએ ઠંડુ હિમ જેવું પાણી પીવરાવ્યું. રાજાએ ધરાઈને પીધું. આ ખૂબી વાણીની છે. વાણીની તુચ્છતાને કારણે દિવાન અને મંત્રી સુદ્ધાં પાણી ન પામ્યા.
આપણે કોઈ વાતમાં વ્યક્તિ કે પદાર્થ પ્રત્યે તુચ્છતા કે તોછડાઈ ન દાખવીએ એટલું ઔચિત્ય પાળીએ. કહેવાય છે ઃ તુચ્છતા દીવાલ અને બહુમાન કે ઔચિત્ય વ્યક્તિત્વના વિકાસ-દ્વાર છે.
એટલે આપણે મધુર વાણીની ઉત્પત્તિભૂમિને મધુર-મધુર બનાવીએ.
એક વાક્ય અને બીજા વાક્ય વચ્ચે કે એક વાર્તાલાપ અને બીજા વાર્તાલાપ વચ્ચેનું અંતર જેમ વધે તેમ વાણીની શક્તિ વધે, તેજ વધે. અને એક વિચાર અને બીજા વિચાર વચ્ચેનું અંતર વધારતા રહો તો ખોજ વધે -વાણીમાં શુદ્ધિ આવે. અરે ! ક્રમશઃ તેમાં સિદ્ધિ આવે.
જેમ અજવાળામાં ખાડો દેખાય અને સીધો રસ્તો પણ દેખાય, આડાઅવળા રસ્તે જવાને બદલે સીધી રાહ પર ચાલી શકાય તેમ, બોલવાની જગ્યાએ જ બોલાય અને ન બોલવાની ક્ષણે વાણી પર લગામ રહે એ ઉત્તમ પુરુષનાં લક્ષણ છે. વાણીનો સંયમ ઉત્તમ વ્યક્તિત્વનો ભાગ બની રહે. યાદ રાખો :
ન
वचन रतन मुख कोटडी, चूपकर दीजे ताल । ग्राहक होय तो खोलीये, वाणी वचन रसाल ॥
Jain Education International
For Private & Personal Use Only
७७
www.jainelibrary.org